________________
દર્શન વિશુદ્ધિ-૫ઘ
* ૧૫૧ એવી કળા ચતુરાઈ કુરાને કરીને દાખવે, કરી ગર્વ તેને ઘેર દુઃખ, નરકે જઈને ભગવે. ૭૭ સાચી કળા ચતુરાઈ કાપે, વિષય કષાય-વિકારને, ત્રિવિધ તાપથી બચ બચાવે, આત્મહિત ઉપકાર તે; હિંસા રહિત સન્માર્ગમાં, વતી, પ્રવર્તાવે અહીં, વસ્તુસ્વરૂપ યથાર્થ સમજી, ગર્વ કર્દી કરશે નહીં. ૨૮ જાતિ, કુળ, ધન, રૂપ આદિ કર્મ આધન આજ જ્યાં, ગર્વ કર્દી કરશે નહીં, દર્શન-વિશુદ્ધિ કાજ ત્યાં ત્રણ મૂઢતા, શંકાદિ દે, આઠ મદ વળી તેટલા, છ અનાયતન મળ દોષ, પચ્ચીસ, ટાળશે, કહે કેટલા? ૭૯ પચ્ચીસ ષ ટાળતાં, દર્શનવિશુદ્ધિ ઊજળી, થાશે જરૂર એ જાણીને, આ ભાવના ભાવે ભવી; ચિંતન નિરંતર સૌ કરે, સ્તુતિ અર્થે ઉતારી કરે, તે મેક્ષ-લક્ષમી પામશે, દર્શન વિશુદ્ધિ ઉર ધરે. ૮૦ પ્રથમ દશનવિશુદ્ધિ ભાવનાનું ગદ્ય –
હે ભવ્ય છે! આ મનુષ્યભવ પામ્યા છે તેને સફળ કરવા ઈચ્છતા હો તે સમ્યફદર્શનની વિશુદ્ધિ કરે. આ સમ્યગ્દર્શન તે સર્વ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ સિવાય શ્રાવકધર્મ પણ ન સંભવે અને મુનિ ધર્મ પણ હોય નહીં. સમ્યક્દર્શન વિનાનું જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે, તપ તે કુતપ છે. સમ્યક્દર્શન વિના આ જીવે અનંતાનંત કાળ પરિભ્રમણ કર્યું છે. જે ચારે ગતિનાં પરિભ્રમણરૂપ સંસારને ભય લાગતું હોય, જન્મ, જરા, મરણથી છૂટવા