________________
ઉપર
સમાધિ-પાન ઈચ્છતા હો, અને અનંત અવિનાશી સુખમય આત્માને ઈચ્છતા હો તે અન્ય સર્વ પર દ્રવ્યની અભિલાષા છેડી એક સમ્યગ્દર્શનની જ ઉજજવળતા કરે.
દર્શન વિશુદ્ધ કેવી છે? મેક્ષના સુખનું કારણ છે, દુર્ગતિને દૂર કરનારી છે, વિનય-સંપન્નતા આદિ પંદર કારણભાવનાઓનું મૂળ કારણ છે; દર્શનવિશુદ્ધિ ન હોય તે બીજી પંદર ભાવનાઓ હોતી નથી, તેથી સંસારનાં દુઃખરૂ૫ અંધકારને નાશ કરવાને સૂર્ય સમાન છે; ભવ્ય જીને પરમ શરણરૂપ છે. | દર્શનવિશુદ્ધિ ભાવના ભાવી સ્વપર દ્રવ્યનું ભેદવિજ્ઞાન ઉજજવળ થાય તે પુરુષાર્થ કરે. આ જીવે અનાદિ કાળના મિથ્યાત્વ નામના કર્મને વશ થઈ પિતાના સ્વરૂપની અને પરની ઓળખાણ જ કરી નહીં, નામકર્મના ઉદયથી જેવો દેહ પામે, તેવા દેહને જ પિતાનું સ્વરૂપ માની, પિતાના સત્યાર્થ સ્વરૂપના જ્ઞાન વિષે અંધ બની, પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ચારે ગતિમાં ભ્રમણ કર્યું. દેવ-કુદેવને જીવ જાણતું નથી, ધર્મ-કુધર્મને જાણ નથી, સુગુરુ-કુગુરૂને જાણતું નથી. તેમજ પુણ્ય-પાપના, આ લેક-પરલેકના, ત્યાગવા ગ્ય કે ગ્રહણ કરવા ગ્યના, ભક્ષ્ય–અભયના, સત્સંગ-કુસંગના અને શાસ્ત્ર-કુશાસ્ત્રના વિચાર રહિત કર્મના ઉદય-રસમાં એકરૂપ થઈને પિતાના હિત–અહિતની ઓળખાણ વગર પરદ્રવ્યોમાં લાલસા રાખીને સર્વ કાળ જીવ લેશિત થઈ રહ્યો છે. કોઈ અકસ્માત કાળલબ્ધિના પ્રભાવથી ઉત્તમ કુળાદિ તથા જિનેંદ્રધર્મ પામે છે. તેથી