________________
દશાવિશુદ્ધિગદ્ય
૧૫૩ વીતરાગ સર્વના બધેલા અનેકાંતરૂપ પરમ આગમની કૃપાથી પ્રમાણુ, નય, નિક્ષેપ વડે નિર્ણય કરી પરીક્ષાપ્રધાની થયો છે. વીતરાગી સમ્યકજ્ઞાની ગુરુની કૃપાથી એ નિશ્ચય થયો છે કે એક જાણનારે, જ્ઞાયકરૂપ, અખંડ, અવિનાશી, ચેતના લક્ષણવાળે, દેહાદિક સર્વ પરદ્રવ્યોથી ભિન્ન હું આત્મા છું, દેહ, જાતિ, કુળ, રૂપ, નામ ઈત્યાદિ મારાથી અત્યંત ભિન્ન છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, લોભ આદિ કર્મના ઉદયે ઊપજે છે તે મારા જ્ઞાયક સ્વભાવમાં વિકાર છે. જેવી રીતે સ્ફટિક મણિ પિતે તે સ્વચ્છ સફેદ રંગવાળે છે, પણ તેની નીચેના પરપદાર્થના સંસર્ગથી કાળ, પીળે, લીલે, લાલ અનેક રંગરૂપ દેખાય છે, તેવી રીતે હું આત્મા સ્વચ્છ, જ્ઞાયકભાવ છું, નિર્વિકાર, ટંકેત્કીર્ણ છું; પણ મેહકર્મના ઉદયે રાગ, દ્વેષ આદિ આત્મામાં જણાય છે. તે મારું સ્વરૂપ નથી, પર છે. આ પ્રમાણે તે પોતાના સ્વરૂપને નિશ્ચય થયો.
સર્વજ્ઞ વિતરાગ પરમ હિતેપદેશક છે, સુધા, તૃષા, જન્મ, જરા, મરણ, રેગ, શેક, ભય, વિસ્મય, રાગ, દ્વેષ, નિદ્રા, સ્વેદ, મદ, મેહ, ચિંતા, ખેદ અને અરતિ એ અઢાર દેષને અત્યંત અભાવ જેને થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઈત્યાદિ અનંત આત્મિક અવિનાશી ગુણે જેને પ્રગટ્યા છે તે જ આત આપણે વંદન, સ્તવન અને પૂજન કરવા યોગ્ય છે.
. અન્ય કામી, ક્રોધી, લેબી, મહી, સ્ત્રીઓમાં આસક્ત, શસ્ત્રાદિ ધારણ કરનારા, કર્મને આધીન, ઇદ્રિય જ્ઞાનવાળા,