________________
૧૫૪
સમાધિ પાન સર્વાપણું રહિત હોય તે વંદન, સ્તવન, પૂજન કરવા યોગ્ય નથી.
સર્વજ્ઞ વીતરાગે ઉપદેશેલાં, પ્રત્યક્ષ, અનુમાનાદિ વડે જે સર્વથા અબાધ્ય, સર્વ છકાય જીવોની હિંસા રહિત ધર્મને ઉપદેશ કરનાર, આત્માના ઉદ્ધાર માટે અનેકાંતરૂપ વસ્તુને સાક્ષાત્ પ્રગટ કરનાર આગમ છે તે ભણવા, ભણાવવા, શ્રવણ કરવા, શ્રદ્ધા કરવા અને વંદન કરવા ચેચે છે.
રાગ-દ્વેષી છ વડે રચાયેલા, વિર્ષમાં પ્રીતિ અને કષાયને વધારનાર, હિંસાને ઉપદેશ કરનારાં, એવાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ વડે બાધા પામતાં-ખંડિત એકાંતરૂપ શાસ્ત્રો સાંભળવા, ભણવા કે વંદન કરવા ગ્ય નથી.
વિષયની વાંછાને અને કષાને તેમજ આરંભ પરિગ્રહને જેને અત્યંત અભાવ થયે છે, એક આત્માની ઉજજવળતા કરવામાં જ જે પુરુષાથી બન્યા છે, ધ્યાન, સ્વાધ્યાયમાં અત્યંત લીન રહે છે, કર્મબંધજનિત સુખદુઃખમાં નિજભાવરૂપ સ્વાધીન સમભાવ ધારણ કરનારા, જીવન-મરણ, લાભ-અલાભ, સ્તવન-નિંદામાં રાગદ્વેષ રહિત, ઉપસર્ગપરિષહ સહન કરવામાં અડોલ ધૈર્ય ધારણ કરનારા, પરમ નિગ્રંથ જ્ઞાની ગુરુ જ વંદન, સ્તવન કરવા યોગ્ય છે. અન્ય આરંભી, કષાયી, વિષયમાં અનુરાગી એવા કુગુરુ કદી સ્તવન, વંદન કરવા યંગ્ય નથી. - જીવદયા જ ધર્મ છે. હિંસા કદાપિ ધર્મ નથી. જે કદી સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે, અગ્નિ શીતલ થઈ જાય, સાપના મુખમાં અમૃત ઉત્પન્ન થાય, મેરુ પર્વત ચળી જાય,