________________
સમાધિ પાન આયુષ્ય, બેલ, ધન, આદિક સંપત્તિને બહિરાત્મા ઈચ્છે છે તેને અંતરાત્મા ઈચ્છતા નથી. અજ્ઞાની પુદ્ગલાદિમાં આત્મબુદ્ધિ કરીને પોતાને બાંધે છે અને અંતરાત્મા પોતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ વડે પિતાને બંધનથી મુક્ત કરે છે. - અજ્ઞાની જીવ પુરુષ, સ્ત્રી, નપુંસક એ ત્રણે લિંગને આત્મા જાણે છે; જ્યારે સમ્યકજ્ઞાની તેને આત્મા ન જાણતાં પિતાના આત્માને ત્રણે લિંગથી રહિત જાણે છે.
બહુ કાલથી અભ્યાસ કરેલું અને બરાબર નિર્ણય કરેલું ભેદવિજ્ઞાન પણ અનાદિ કાલના વિશ્વમથી એકદમ
છૂટી જાય છે અને ખાસ
થી તેથી ભવપ્રત્યક્ષ ગજ
જે રૂપ મને દેખાય છે તે અચેતન છે, જે ચેતન છે તે મારા દેખવામાં આવતું નથી. તેથી અચેતન પદાર્થોમાં રાગ ભાવ કરે નકામે છે. મારે તો સ્વાનુભવપ્રત્યક્ષ એવા. આત્માને જ આશ્રય કરવા યોગ્ય છે.
અજ્ઞાની બાહ્ય પદાર્થોને તજે છે કે ગ્રહણ કરે છે. જ્ઞાની અંતરંગમાંના રાગાદિક પરભાવેને તજે છે અને આત્મભાવને ગ્રહણ કરે છે.
જ્ઞાની આત્માને વચનથી અને કાયાથી ભિન્ન કરીને આત્માનો અભ્યાસ મન વડે કરે છે. અન્ય વિષયનાં કર્યો છે તેમાંથી કેટલાંક વચનથી કરે છે અને કેટલાંક કાયાથી કરે છે. પણ સાંસારિક કાર્યોમાં મનને પરેવતા નથી.
અજ્ઞાનીને તે વિશ્વાસ અને આનંદનું સ્થાન આ જગત છે. જ્ઞાનીને આ જગતમાં ક્યાંય વિશ્વાસ કે ક્યાંય આનંદ