________________
ધધ્યાન
૪૭
જાણું છે: અન્ય કોઈ રીતે તે સ્વરૂપ જણાતું નથી. પોતાના ચિત્તને વિકલ્પ રહિત કરવું તે જ પરમતત્ત્વ છે. વિકલ્પાથી ચિત્ત વિક્ષેપવાળું કરવું તે અનર્થ છે. તેથી સમ્યક્ તત્ત્વની પ્રાપ્તિ માટે ચિત્તને વિકલ્પ રહિત કરવા યેાગ્ય છે. જે અજ્ઞાનથી વિક્ષેપ પામેલું ચિત્ત છે તે પોતાના સ્વરૂપથી છૂટી જાય છે. અને ભેદવજ્ઞાનની વાસનાવાળું ચિત્ત છે તે પરમાત્મતત્ત્વને સાક્ષાત્ દેખે છે. જો ઉત્તમ પુરુષાનું મન માહકર્મના પરાધીનપણાથી કદી રાગાદિકથી પરાભવ પામે તો આત્મતત્ત્વના ચિંતવનમાં ચિત્તને જોડીને રાગાદિકનો તિરસ્કાર કરે છે. × અજ્ઞાની આત્મા જે કાયામાં રાગી થઈ રહે છે તે કાયાથી જ્ઞાની મુનિ, પાતાની પ્રજ્ઞાના બળે કરીને, વિમુખ થઇને, ચિદાનંદમય નિજસ્વરૂપમાં જડાઈને પ્રીતિ તુરત છેડે છે. આત્મબ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ તે આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે; આત્મજ્ઞાન રહિત જીવાનું સંસાર–પરિભ્રમણ ધાર તપથી પણ છેદાતું નથી. જે રૂપ,
× ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેાક્ષપાટણ સુલભ જ છે. વિષય, કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ધણેા જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ક્રીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરુષના ચરિત્ર અને વાકયનું અવલંખન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી; તેમ એકલા ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યાગ્ય છે.”
——શ્રીમદ્ રાજચંદ્ર