________________
ધર્મધ્યાન ભાસતું નથી. એક પિતાના સ્વભાવમાં જ આનંદ અને વિશ્વાસ જણાય છે.
જ્ઞાની છે તે તો આત્મજ્ઞાન વિના અન્ય કાર્યને હૃદયમાં ધારણ કરતા નથી. લૌકિક કાર્યને લઈને જે કંઈ કરવું પડે છે તે અનાદરપૂર્વક વચનથી કે કાયાથી કરે છે, પણ તેમાં મન દેતા નથી.
આ ઈન્દ્રિયને વિષયેનું જે સ્વરૂપ છે, તે મારા સ્વરૂપથી વિલક્ષણ, જુદું જ છે. મારું સ્વરૂપ તે આનંદથી ભરપૂર જ્ઞાન જ્યોતિમય છે.
- જ્ઞાનીને તે જેથી ભ્રાંતિ દૂર થાય અને પિતાની સ્થિતિ પિતાના આત્મસ્વરૂપમાં થઈ જાય, તે જ જાણવા
ગ્ય છે, તે જ કહેવા ગ્ય છે, તે જ શ્રવણ કરવા યોગ્ય છે, તે જ ચિંતવન કરવા યંગ્ય છે,
આ ઇદ્રિના વિષમાં આત્માનું કલ્યાણ થાય તે કેઈ પ્રકાર નથી તેપણ બહિરાત્મા અજ્ઞાની આ વિષયમાં જ પ્રીતિ કરે છે.
આત્મતત્વ કહ્યા છતાં જે ન કહ્યું હોય તેની પેઠે ગ્રહણ કરે છે, તે અજ્ઞાનીને–અનધિકારીને કહેવાને શ્રમ વ્યર્થ છે.
અજ્ઞાનને જ્ઞાનતિ પ્રગટી નથી તેથી પરદ્રવ્યમાં જ સંતોષ માને છે. જ્યાં સુધી મન, વચન, કાયાને પિતાનું સ્વરૂપ માને છે, ત્યાં સુધી સંસાર–પરિભ્રમણ જ છે, દેહાદિકથી આત્મા ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી સંસારના અભાવરૂપ મોક્ષ થાય છે