________________
૧૯૨
સમાધિ પાન છે. તેનું સ્વરૂપ સાંભળતાં, દેખતાં જ મેટા મેટા શુરવીર કંપી જાય છે. તે શક્તિને પ્રગટ કરનારા! જે સંસાર બંધનથી છૂટવાને ઈચ્છે છે, તે શ્રી જિને જણાવેલી દીક્ષા ગ્રહણ કરે. શાતાશીલિયે સ્વભાવ નાશ પામે; ઉપસર્ગ– પરિષહ સહન કરતાં કાયર ન થવાય; સ્વર્ગલેકની તિત્તમાં કે રંભા પણ હાવભાવ, વિલાસ, વિશ્વમ આદિથી મનમાં કામવિકાર ઉત્પન્ન ન કરી શકે એવી રીતે કામને નાશ કરે; બન્ને પ્રકારના પરિગ્રહમાં ઈચ્છાને અભાવ થઈ જાય અને ઇંદ્રિયેના વિષયમાં પ્રવર્તન ન થાય તે તપ છે. નિર્જન વન અને પર્વતની ભયંકર ગુફાઓમાં ભૂત રાક્ષસના ઉત્પાત થેતા હોય, સિંહ, વાઘ આદિ ભયંકર પ્રાણીઓ જ્યાં વિચરતાં હોય, કરડે વૃક્ષથી જ્યાં અંધકાર છવાઈ રહ્યો હોય અને સાપ, અજગર, રીંછ આદિ દુષ્ટ પ્રાણીઓને સંચાર હોય એવાં મહા વિષમ સ્થાનમાં ભય રહિત બનીને ધ્યાનસ્વાધ્યાયમાં નિરાકુળપણે રહેવું તે તપ છે. આહાર મળે કે ન મળે તે પણ સમતા ધારણ કરવી, તથા મીઠાં, ખાટાં, કડવાં, કષાયેલાં, ઠંડાં, ગરમ, સરસ, નીરસ આહાર–પાણીમાં લાલસા રહિત, સંતેષરૂપ અમૃતનું પાન કરતાં આનંદમાં રહેવું. દુષ્ટ દેવ, મનુષ્ય, દુષ્ટ તિર્યએ (પશુ આદિએ) કરેલા ઘેર ઉપસર્ગ આવી પડે ત્યારે કાયરતા તજી અડેલ રહેવું. જેથી ઘણું કાળનાં એકઠાં કરેલાં કર્મ નિજેરે છે તે તપ છે. કોઈ કુવચન કહે, માથે આળ મૂકે, માર મારે કે મારી નાખે, અગ્નિમાં બાળે તેના પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ કરી મલિન પરિણામ ન કરવા અને સ્તુતિ, પૂજા આદિ કરનાર પ્રત્યે રાગ ભાવ ન રાખવે તે તપ છે. પાંચ મહાવ્રત, પાંચ