________________
૮૪
ખીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પેાતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે ખનવા ચેાગ્ય છે? પણ સ્વપ્રદશામાં જેમ ન અનવા ચેાગ્ય એવું પેાતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્રરૂપયેાગે આ જીવ પેાતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નકાર્ત્તિ ગતિના હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઇ ત્યાં સહજ મેક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પેાતાના પુરુષાર્થને તેમાં ગેાપા સિવાય પ્રવર્તાવે તા જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ.
આ સ્વ॰ પ્રણામ.
(૫૩૯)
૫૩
મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સેમ, ૧૯૫૧ /સર્વ જીવ આત્માપણે સમસ્ત્રભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજમુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવા માર્ગ વિચારવા અવશ્યના છે, તેણે તે