________________
૮૫
જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છેડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
(હાથોંધ ૨-૭) ૫૪
/હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં છે, તે સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. •
હે જીવ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, ત્યામેહ અને ભય છે.
સમ્યક્દર્શનને રોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હે સમ્યફદર્શની! સમ્યફચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.
જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિને હેતુ છે.
હે સમ્યક્રચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે?