________________
(૫૬ ૦)
૫૫
મુંબઈ, પોષ, ૧૯૫૧
જે જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તે પછી ક્ષણે ક્ષણે આત્મપગ સ્થિર કરવો ઘટે એ કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થ કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપગના એકાગ્રપણે વિના તે એક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનને દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય સતપુરુષોએ કર્યો છે; તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરે ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઈ શકે? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તે પણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અપ કાળમાં ફળીભૂત થાય.
શ્રી તીર્થકરે તે એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવ નથી, પણ પુરુષાર્થ મુખ્ય રાખવે, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામને હેતુ થાય.
“સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતે માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.