________________
૮૭
જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધ પણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તે ઉદય પણ જેટલે બને તેટલે સમપરિણામે વેદ્યો છે, જો કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તે સારું એમ સૂક્યાં કર્યું છે, તે પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અ૫ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છેપણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તે સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યું છે તે વિષે હમણું વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખે છે તે લેકેમાં હાલ પ્રગટ થવા દેવા એગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાને સંભવ રહે છે. એ જ વિનંતિ.
આ૦ સ્વા૦ પ્રણામ.