________________
(૫૬૮)
મુંબઈ, ફાગણ, ૧૫૧ આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.
/સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.
આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ કહે છે.
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે
શ્રી જિન તીર્થંકરે જે બંધ અને મેક્ષને નિર્ણય કહ્યો છે, તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દષ્ટિગોચર થત નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
આત્માના અંતરવ્યાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે