________________
છે દેહાઢિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સા અવિનાશ; મૂળ॰ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે,
4
७
જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ૦ તેવા સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણુલિંગ. મૂળ॰ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનના પામિયા રે,
કિંવા પામ્યા તે નિજ સ્વરૂ૫. મૂળ૦ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદ્રિ અંધ; મૂળ ઉપદેશ સદ્ગુરુને પામવા રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે,
મેાક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ॰ ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે
૮
૯
કહ્યું સ્વરૂપ મૂળ૦ ૧૧ આણું, આસા સુદ ૧, ૧૯૫૨