________________
અન્યત્વભાવના
૧૦૮ ઘસડે, ઉપર બેસે, વગેરેથી ઉત્પન્ન થતાં દુઃખ પાપના ઉદયે એકલે જીવ ભેગવે છે. કોઈ મિત્ર, પુત્ર આદિ મદદ કરનાર સાથે રહેતું નથી. એક ધર્મ જ સહાય કરનાર છે. આ પ્રકારે એકત્વભાવના ભાવવાથી સ્વજનમાં પ્રીતિ ઘટે છે અને અન્ય પરજન પ્રત્યે દ્વેષનો અભાવ થાય છે. પછી તે પિતાના આત્માને શુદ્ધ કરવા જ પ્રયત્ન કરે છે. ૫. અન્યત્વભાવના :– - હે આત્મન ! આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન, શરીર, રાજ્ય, ભેગાદિ જે જે તારા સંબંધ છે તે તે બધા સંબંધ તારા સ્વરૂપથી અન્ય છે, ભિન્ન છે. તેના શેચ, વિચારમાં લાગી રહ્યો છે? અનંતાનંત જીવોને અને અનંત પુદ્ગલેને. સંબંધ તારી સાથે અનંતવાર થઈ થઈને છૂટી ગયું છે.
અજ્ઞાની સંસારી જીવ પિતાનાથી અન્ય જે સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ, ધન, કુટુંબાદિક તેના સંગ-વિયોગ, સુખ-દુઃખ આદિનું ચિંતવન કરીને કાળ ગુમાવે છે. મરણ નજીક આવતું જાય છે તેને અથવા નરક તિર્યંચાદિ ગતિમાં જવું પડશે, તેને વિચાર કે ચિતવન કરતું નથી. સમયે સમયે આ મનુષ્યનું આયુષ્ય વહી જાય છે. તેમાં જે મેં મારું હિત સાધ્યું નહીં, પાપથી પાછો ફર્યો નહીં તથા કુગતિનાં કારણ રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધ, લેભ આદિરૂપ મહાઠગથી આત્માનું રક્ષણ આ ભવમાં કર્યું નહીં, તે તિર્યંચ કે નરક ગતિમાં અજ્ઞાની પરાધીન થયા પછી શું કરીશ? આ પંચપરિવર્તનરૂપ સંસારમાં અનંતાનંત કાળથી પરિભ્રમણ કરતા એવા આ જીવનું પિતાનું કઈ સગું નથી. આ સ્વામી,