________________
૧૧૦
સમાધિ-પાન સેવક, પુત્ર, સ્ત્રી, મિત્ર, બાંધવોને જે પિતાનાં માને છો તે મિથ્યા મોહને મહિમા છે, તેને જ મિથ્યાત્વ કહીએ છીએ.
આ બધા સંબંધ કર્મથી થયેલા ચેડા કાળના છે, અચાનક તેને વિયેગ થશે. આ બધા સંબંધ વિષય, કષાયને પિષનારા, અને સ્વરૂપને ભુલાવનારા છે. સંસારમાં સમસ્ત જેની સાથે શત્રુ-મિત્રપણું અનેક વાર થયું છે. ભવિષ્યમાં, પદ્રવ્યના સંબંધમાં આત્મબુદ્ધિ કરી બેગ ભેગવશે ત્યાં સુધી રાગદ્વેષબુદ્ધિથી શત્રુ-મિત્રબુદ્ધિ કરીને એકેન્દ્રિયપણે જ્ઞાન, પિછાન, વિચાર રહિત અજ્ઞાની થઈને અનંતકાળ ભ્રમણ કરશે.
જેવી રીતે અનેક દેશોમાંથી આવેલા ભિન્ન ભિન્ન અનેક મુસાફરો રાત્રે એક ધર્મશાળામાં વસે છે અથવા તે એક વૃક્ષ ઉપર અનેક દિશાએથી આવીને અનેક પક્ષીઓ રાત રહે છે અને સવાર થયે જુદા જુદા માર્ગ ભિન્ન ભિન્ન દેશમાં ઊડી જાય છે, તેવી રીતે સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિક ભિન્ન ભિન્ન ગતિમાંથી પાપ પુણ્ય બાંધીને આવેલાં કુળરૂપ સ્થાનમાં ભેળાં થયાં છે. આયુષ્ય પૂરું થયે પુણ્ય પાપ પ્રમાણે નરક, તિર્યંચ, મનુષ્યાદિ અનેક ભેદરૂપ ગતિ પામશે. કોઈ કોઈનું નથી. પુણ્ય પાપ પ્રમાણે ઉપકાર અપકાર કરીને પાછા સંસારમાં ભટકે છે.
આ સંસારમાં જીવેની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ છે. કોઈને સ્વભાવ મળતો નથી. સ્વભાવ મળ્યા વિના પ્રીતિ શાની? પરસ્પર પિતતાના વિષય-કષાયરૂપ કાર્ય જેનાથી સરતું દેખાય તેમની સાથે પ્રીતિ જણાય છે. પ્રજન વિના