________________
૧૦૮
સમાધિ-મેપાન
પેાતાનું એકત્વ સ્વરૂપ ભૂલી પરદ્રવ્ય, દેહ, પરિગ્રહ આદિમાં આત્મબુદ્ધિ કરી અનંતકાળ ભમે છે. એકલા પર ભવમાંથી આવી, યાનિસ્થાનમાં જન્મ ધારણ કર્યાં, કર્મ વિના બીજું કંઈ સાથે આવ્યું નથી. પાપ અને પુણ્યરૂપી કર્મ રાજા કે રંક, નીચ કે ઉચ્ચને ત્યાં ગર્ભ આદિ સ્થાનમાં લઈ જઈ ઉપજાવે છે; આયુષ્ય પૂરું થયે સર્વ કુટુંબ આદિને છોડીને પરલેાક પ્રત્યે જીવ એકલા જશે, ફરી પાછું આવવાનું જ નહીં. ગર્ભમાં વસવાનાં દુઃખ, જન્મ વખતે યોનિમાં સંકોચાવાનું દુઃખ, રોગવાળા શરીરનું દુઃખ, ગરીબાઈનું દુઃખ, વિયેાગનું મહાદુઃખ, ભૂખ-તરસ આદિ વેદનાનું દુઃખ, અનિષ્ટ-દુષ્ટના સંગનું દુઃખ આ જીવ એકલા જ ભોગવે છે.
સ્વર્ગના અસંખ્યાત કાળ સુધીનાં મહાસુખ, અપ્સરાએના સંગમ, અસંખ્યાત દેવે ઉપર સ્વામીપણું, હજાર ઋદ્ધિએ આદિકનું સામર્થ્યપણું પુણ્યના ઉદયથી એકલેા જીવ ભાગવે છે. પાપના ઉદ્દયથી નરકમાં તાડનનાં, મારણનાં, છેદનનાં, ભેદનનાં, ફૂલી-આરહણનાં, કુંભી–પાચનનાં, વૈતરણીમાં ડૂબવાનાં, ક્ષેત્રથી ઊપજતાં, શરીરથી થતાં, મનમાં થતાં તથા પરસ્પર સામસામે ઉપજાવેલાં ઘેર દુઃખ એકલા જીવ ભાગવે છે.
તિર્યંચ-પશુને પરાધીનપણે બાંધી રાખે, ભાર ાજો લાદે, કુવચન કહે, મર્મસ્થાનમાં અનેક પ્રકારે મારે, ઘણા વખત સુધી બહુ દૂર ચલાવે. ભૂખ, તરસ, રાગનાં જુદાં જુદાં દુઃખ, ટાઢ, તાપ, પવન, તડકો, વરસાદ, ઝાકળ વગેરેનાં ઘેાર દુઃખ આપે, નાકમાં દોરડાની નાથ ઘાલી નાથે, ખાંધી