________________
તીર્થંકરપણાના કારણરૂપ સળ કારણભાવનાઓ
ક
સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્યારે ઉપગની એકાગ્રતારૂપ ધ્યાન એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી શકતા નથી, ત્યારે ભાવનાઓના ચિંતવનમાં ચિત્તને પ્રવર્તાવે છે. અનિત્યાદિ બાર ભાવનાઓ ઉપરાંત સેળ કારણુભાવનાઓ પણ ધર્માત્મા જીવે ભાવવા ગ્ય છે. સેળ કારણભાવનાઓનું ફળ તીર્થંકરપણું છે, તે ભાવના ભાવતાં તીર્થંકર પ્રકૃતિને બંધ આવતી સમ્યફદ્રષ્ટિ, દેશવ્રતી ગૃહસ્થ આદિ મહાત્મા, સર્વસંગત્યાગી પ્રમત્ત ગુણસ્થાનવત મુનિ તેમ જ અપ્રમત્ત મુનિવરને થાય છે. પુણ્ય પ્રકૃતિમાં સર્વોત્તમ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે. એથી ચઢિયાતી પુણ્ય પ્રકૃતિ ત્રણ લેકમાં ક્યાંય નથી. શ્રી ગેમક્સાર ગ્રંથન કર્મકાંડમાં કહ્યું છે કે – તીર્થંકર પ્રકૃતિના બંધને આરંભ કર્મભૂમિના મનુષ્ય, પુરુષ લિંગધારી હોય તે જ કરી શકે છે. બીજી ત્રણ ગતિઓ(નરક, તિર્યંચ, દેવ)માં તેની શરૂઆત થઈ શકતી નથી. કેવળી તથા શ્રુતકેવળીના ચરણારવિંદની સમીપે જ થાય છે. કેવળી કે શ્રુતકેવળીની નિકટતા વિના તીર્થંકર પ્રકૃતિના બંધને ગ્ય ભાવની વિશુદ્ધતા થતી નથી. તીર્થંકર પ્રકૃતિને બંધ પ્રથમ ઉપશમ સમ્યકત્વમાં થાય છે, તેમજ બાકીની ત્રણ સમ્યકદશામાં પણ થાય છે, એટલે દ્વિતીય ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયકમાં પણ થાય છે. એ ચારમાંથી ગમે તે એક સમ્યક્ત્વ હોય ત્યારે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે.