________________
સમાધિ પાન
થાવ એક અતિ,
અને એના
ભાવના કાવ્ય વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ સર્વાને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આછું; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય લ્હાશે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય એ ભેગવે એક સ્વ આત્મ પિત, એકત્વ એથી નય સુજ્ઞ તે. ના મારાં તન, રૂપ, કાંતિ, યુવતી, ના પુત્ર કે બ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ, યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ખાણ મૂત્ર ને મળની, રેગ – જરાનું નિવાસનું ધામ કાય એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. અનંત સૌખ્ય, નામ દુખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ, નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા!! ઉઘાડ ન્યાય –નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.”
–શ્રીમદ્ રાજચંદ્ર ધર્મધ્યાન બારભાવના વર્ણન પૂર્ણ