________________
મદુલભભાવના
૧૨૭ ઈન્દ્રપણું, અહમિન્દ્રપણું, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું તથા બળભદ્રપણું કે નારાયણપણું પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મના પ્રતાપે થાય છે. ઉત્તમ કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, રાજ્ય, સંપદા, આજ્ઞા, સુપુત્ર, સુભાગ્યવંતી સ્ત્રી, હિતકારી મિત્ર, વાંછિત કાર્યસિદ્ધિ, કાર્યકુશળ સેવક, નીરેગતા, ઉત્તમ ભેગ ઉપગ, રહેવાને દેવવિમાન સમાન મહેલ, સુંદર સંગતિમાં પ્રવૃત્તિ, ક્ષમા, વિનયાદિક, મંદકષાયીપણું, પંડિતપણું, કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પૂજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભેગીપણું, ઉદારતા, શૂરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બધે ધર્મને પ્રભાવ છે. ધર્મના પ્રતાપે વિષમ (દુર્લભ) હોય તે સુગમ થઈ જાય છે, ભારે ઉપદ્રવ પણ દૂર થાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મી મળે છે. ધર્મના પ્રભાવથી અગ્નિને, પણને, પવનને, વર્ષાને, રેગને, મરકીને, સિંહ, સર્પ, ગજ આદિ ક્રૂર પ્રાણીઓને, નદીને, સમુદ્રને, વિષ, પર રાજ્યને, દુષ્ટ રાજાને, દુષ્ટ વેરીને, ચારને વગેરે કોઈ પણ પ્રકારને ઉપદ્રવ દૂર થઈ જાય છે અને સુખરૂપ આત્માને અનેક વૈભવ પ્રાપ્ત થાય છે. તેથી જે સર્વજ્ઞના પરમાગમ ઉપર શ્રદ્ધાવાળા હો, તેના જાણકાર હે તે કેવળ ધર્મનું શરણ ગ્રહણ કરે.