________________
૧૨૬
સમાધિ પાન છતાં સમ્યફચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે. ચારિત્ર પામ્યા છતાં મરણ પર્યત તે પાળવું અને સમાધિમરણ કરવું દુર્લભ છે. સમ્યફ રત્નત્રય પામીને પણ જે તીવ્ર કષાય આદિ કરે તે સંસાર સમુદ્રમાં તે ખેઈ બેસે છે. સમુદ્રમાં પડી ગયેલાં રત્નની પિઠે રત્નત્રયની ફરી પ્રાપ્તિ થવી દુર્લભ છે. રત્નત્રયની પ્રાપ્તિ મનુષ્યભવમાં જ થાય છે. મનુષ્ય ગતિમાં જ તપ, વ્રત, સંયમ વડે મોક્ષ પામવાનું બને છે. આ દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે જીવ વિષયમાં પ્રીતિ કરે છે, તે દિવ્ય રત્નને, રાખ જોઈતી હોય ત્યારે બાળીને ભસ્મ કરે, એ મૂર્ખ છે. ૧૨. ધમદુલભભાવના :
ધર્મસ્વરૂપ દશલક્ષણ ભાવનામાં કહ્યું છે, તે આત્માને સ્વભાવ છે. તે ધર્મ ભગવાન વીતરાગે પ્રકાશેલાં દશલક્ષણરૂપ, રત્નત્રયરૂપ તથા જીવદયારૂપ છે. આ સંસારમાં ધર્મને જાણવાની સામગ્રી જ ઘણું દુર્લભ છે. ધર્મનું શ્રવણ કરવું દુર્લભ છે, ધર્માત્માને સમાગમ દુર્લભ છે, ધર્મની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કેઈ વિરલા પુરુષને મેહની મંદતાથી કે કર્મના ઉપશમથી થાય છે; આ જીવ જેવી રીતે ઇદ્રિના વિષયમાં, સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં પ્રીતિ કરે છે, તેવી રીતે એક ભવમાં પણ ધર્મ ઉપર પ્રીતિ કરે તે સંસારનાં દુઃખને અભાવ થઈ જાય. સંસારી જીવ નિરંતર પિતાનાં સુખની વાંછા કરે છે, પરંતુ સુખનું કારણ જે ધર્મ તેમાં આદરભાવ કરતું નથી, તે તેને સુખ કેવી રીતે મળે? બીજ વિના અનાજ ઉત્પન્ન કેવી રીતે થાય? આ સંસારમાં