________________
માધિવું ભાવના
૧૨૫
સ્થાવરમાં પરિભ્રમણુ કરતાં અનંત કાળુ જન્મ, મરણ, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુતા, મારણ, તાડન, સહન કરતાં અનંતકાળ વ્યતીત કરે છે.
ઘણાં માણસો આવ-જા કરે છે એવા ચૌટામાં રત્નના ઢગલેા જડવા દુર્લભ છે. તેવા દુર્લભ મનુષ્યભવ કદાચિત્ મળે તે પણ મ્લેચ્છ આદિ અનાર્ય મનુષ્ય થાય, તે ત્યાં ધાર પાપ બાંધી નરકાદિ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં, ફરી મનુષ્યભવ મળવા ઘણા જ દુર્લભ છે. તેમાં પણુ આર્યખંડમાં જન્મ મળવા અતિ દુર્લભ છે. આર્યખંડમાં પણ ઉત્તમ જાતિ, કુળ પામવાં અતિ દુર્લભ છે. કારણ કે ભીલ, ચંડાળ, કોળી, ચમાર, કલાલ, ધામી, હજામ, લુહાર ઇત્યાદિ નીચ કુળ બહુ છે. ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. ઉચ્ચ કુળ કદાપિ મળે અને ધન રહિત હાય તા તિર્યંચની પેઠે ભાર વહેવા, નીચ કુળવાળાની નાકરી કરવી તથા આઠ પહેાર અધર્મ કર્મ કરીને પરાધીનપણે આજીવિકા મેળવી પેટ ભરવું વગેરેને લઈને ઉચ્ચ કુળ મળ્યું તે પણ વૃથા છે.
કોઈ ધન પણ પામે, પણ કાન વગેરે ઇંદ્રિયા ખેાડવાળી હાય તા ધનપ્રાપ્તિ પણ વૃથા છે, છિદ્રયા પરિપૂર્ણ હાય, પણ રાગ રહિત દેહ પામવા દુર્લભ છે. રોગ રહિત હાય તેને પણ દીર્ઘ આયુષ્ય પામવું દુર્લભ છે. દીર્ઘ આયુષ્ય હાય પણ શીલ એટલે મન, વચન, કાયાની ન્યાયપૂર્વક પ્રવૃત્તિ દુર્લભ છે. ન્યાય—નીતિવાળું વર્તન હોય છતાં સત્પુરુષના સમાગમ મળવા દુર્લભ છે. સત્તમાગમ થયા પછી પણ સમ્યક્દર્શન પામવું દુર્લભ છે. સમ્યક્ત્વ પામ્યા