SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કાર અને કામ પોષણ મળે તથા મનુષ્યભવ સફળ કરવાનું સાધન પ્રાપ્ત કરવાની દિશા દેખાય તેવા વિષયો આ “સમાધિ-સોપાન”માં ચર્ચાયેલા છે. મૂળ ગ્રંથ “રત્નકરંડ શ્રાવકાચાર સંસ્કૃતમાં શ્રી સમંતભદ્રાચાર્ય લખેલ છે. તેની હિંદી ભાષામાં વિસ્તૃત ટીકા પંડિત સદાસુખદાસજીએ કરેલી છે. તે ગ્રંથનું વાંચન શ્રીમદ્ લઘુરાજ મહારાજની સમક્ષ કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું, ત્યારે તે ગ્રંથના કેટલાક ભાગ મુમુક્ષુ જીવોને અત્યંત ઉપકારી જણવાથી તેઓશ્રીએ તેનું સરળ ગુજરાતી ભાષાન્તર કરવા અને સૂચના કરી તે ઉપરથી સમ્યફદર્શન અથવા આત્મશ્રદ્ધાનાં આઠ અંગ, ધર્મધ્યાનમાં ઉપયોગી બાર ભાવનાઓ અને તીર્થકર નામકર્મના હેતુભૂત સેાળ ભાવનાઓ, ક્ષમાદિ દશલક્ષણરૂપધર્મ અને સમાધિમરણના અધિકારોનું યથાશક્તિ ગુજરાતી ભાષામાં અવતરણ કર્યું છે. પંડિત સદાસુખદાસજીને આ છેલ્લી અવસ્થામાં લખાયેલા ગ્રંથ છે. તેમાં તેમણે અનેક ગ્રંથોના સારરૂપ વિવેચને કરેલાં છે. ભગવતી આરાધના, સમાધિશતક, મૃત્યુમહત્સવ, મસ્તિકેયાનુપ્રેક્ષા આદિ અનેક ગ્રંથની ઉત્તમ સામગ્રી તેમણે મુમુક્ષુ જીવને ઉપકાર થાય તેવી રીતે આમાં એકત્ર કરેલી છે. તે જાણે અજાણે જીવનના અનેક પ્રસંગોમાં ઉપકારક બનવા સંભવ છે. સુખ શાંતિ પ્રત્યે ભાવના વધારી, ધર્મભાવ જાગૃત કરી મરણ સુધારવાની ભાવના તથા ઉત્તમ સંસ્કાર સ્થિર કરે તેવું તેમાં દૈવત રહેલું છે. - કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ સાથે સાથે જ આપવા પ્રયાસ કર્યો છે. તેમ છતાં જ્યાં “જિન” શબ્દ આવે ત્યાં પરમાત્મસ્વરૂપ પામેલા પુરુષ અને જૈન” શબ્દ આવે ત્યાં પરમાત્મસ્વરૂપ પામેલા મહાપુરુષના આશ્રિત ધર્માત્માઓ એ. વિશાળ અર્થ સમજવા ભલામણ છે. એટલે કે ઈ મતમતાન્તરને પિષવા આ ગ્રંથ છપાવ્યું નથી, પણ મૂળ આત્મધર્મની વિચારણું, વૈરાગ્યઉપશમ સહિત થાય અને સર્વે આત્માર્થીને હિતકર નીવડે તે લક્ષ રાખેલ છે.. ===
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy