________________
શ્રી સનાતન જૈન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના ટ્રસ્ટીઓમાં પ્રમુખ પૂજ્ય શેઠ શ્રી જેસંગભાઈ ઉજમસીભાઈની ભાવનાથી તેઓના સત ભાઈ શ્રી જૂઠાભાઈના સ્મરણાર્થે આ સમાધિ-સોપાન પ્રસિદ્ધ થયેલ છે. પૂર્વ પુણ્યયોગે ધન પ્રાપ્ત કરવું એના કરતાં એને આત્માથે સદુપયોગ કરી જાણો વિશેષ દુષ્કર છે. શેઠ જેસંગભાઈ આજે પણસો જેટલી વૃદ્ધાવસ્થાએ અશક્ત કાયા છતાં જે સત્વધર્મપ્રેમ તન, મન, ધનથી અભિમાન રહિત ભાવે દાખવી રહેલ છે એ એક દષ્ટાંત પાત્ર છે. સદ્ગુરુ પ્રત્યે, સધર્મ પ્રત્યે, સર્વસ્તુ પ્રત્યે મતમતાન્તર રહિત અપૂર્વ પ્રેમ ધરાવનારા પુણ્યાત્મામાં એમનું સ્થાન છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આપણે સૌ ઈચ્છીશું કે એમની આ ધર્મભાવનાની વૃત્તિ સન્માર્ગમાં વિશેષ વિશેષ વૃદ્ધિ પામે અને તેમના પરિચયમાં આવતા દરેકને સન્માર્ગ તરફ પ્રેરે.
સદ્ગત ભાઈ શ્રી જૂઠાભાઈ સમ્યફદષ્ટિ ધર્માત્મા હતા. આત્મજ્ઞ મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રને અમદાવાદ અને આ બાજુ ગુજરાતમાં આત્મજ્ઞાની તરીકે પ્રથમ ઓળખનાર અને ઉપાસનાર એ ભાઈ પૂર્વના સંસ્કારી જીવાત્મા હતા. શ્રીમદ્જીના સમાગમને લાભ શેઠ જેસંગભાઈને પણ પ્રાપ્ત થયા હતા અને તેથી તેઓ પ્રત્યેની ઉપાસના અને પ્રેમ-ભક્તિ તથા શ્રી જૂઠાભાઈ પ્રત્યેનો ધર્માનુરાગ એ આ પુસ્તકના અસ્તિત્વમાં મુખ્ય હેતુભૂત છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ નામ આજે અપરિચિત નથી કે જેને પરિચય આપવો રહે. તેત્રીસ વરસની નાની વયમાં પોતાની આત્મવિશુદ્ધતા અને પ્રવચનનાં આદેલને દ્વારા, અધ્યાત્મ-આત્મ સંબંધીના જે વિચારો પ્રાયે લુપ્ત થઈ જઈ માત્ર રૂઢિ, અંધશ્રદ્ધા, અને ગાડરિયા પ્રવાહરૂપ જે પ્રવર્તન થઈ રહ્યું હતું તે સર્વને કઈ અલૌકિક રીતિએ દૂર કરી, વિચારશીલ આત્માઓની વૃત્તિ મતમતાન્તર રહિત કરી મિશ્યા કદાગ્રહ અને ગતાનુગતિવહનથી મુક્ત