________________
૧૩૮
(૯૧૫)
ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬
છે નમઃ ૧. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ‘ઉપશમ સમ્યક્ત્વ” સંભવે છે. આ
૨. ચાર ઘનઘાતી કર્મને ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિને પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય એ પાંચ પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્થંલબ્ધિ અને અનંતભેગઉપગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે, તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે તે અનંતદાનલબ્ધિ કહેવા ગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયેગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાલબ્ધિ કહેવા ગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્માત્ર પણ વિયેગનું કારણ રહ્યું નથી, તેથી અનંતભેગઉપભેગલબ્ધિ કહેવા ગ્ય છે, તેમ જ