________________
૨૬
સમાધિ-પાન બેટા મંત્ર-તંત્ર, મારણ-વશીકરણ આદિ ક્રિયાઓની પ્રશંસા કરે છે. કૂવા, વાવ, તળાવ ખોદાવ્યાની પ્રશંસા કરે છે. માત્ર કંદમૂળ, શાકપાન આદિ ભક્ષણ કરનારને મોટા ત્યાગી જાણી પ્રશંસા કરે છે. પંચાગ્નિ-ધૂણીઓ તપનાર, વાઘનાં ચામડાં ઓઢનાર, ભસ્મ ચેળનાર અને ઊંચે હાથ રાખનારને બહુ મેટા જાણે છે. ગેરુથી રંગેલાં ભગવાં કે રાતાં વસ્ત્ર કે ધેળાં વસ્ત્રાદિ ધારણ કરનાર કુલિંગીના માર્ગની પ્રશંસા કરે છે. ખોટાં તીર્થને અને ખોટા રાગી, દ્વેષી, મહી, વકપરિણામી, અને શસ્ત્રધારી દેવને પૂજ્ય માને છે. જોગણી, જક્ષણી, ક્ષેત્રપાલ આદિને ધન આપનાર અને રેગાદિ મટાડનાર મને છે. તેલ, લાપસી, વડાં, અત્તર, પુષ્પમાળા ઇત્યાદિક વડે દેવતાને રાજી કરવા ધારે છે. દેવતાને લાંચ આપવારૂપ માન્યતા માની, એમ વિચારે છે કે, મારું અમુક કાર્ય સિદ્ધ થશે તે તને છત્ર ચઢાવીશ, તારું મંદિર બંધાવીશ, તને બાધાના અમુક રૂપિયા ચઢાવીશ, કોઈ બકરા, પાડા વગેરે પ્રાણી મારીને ચઢાવીશ, સવામણનું ચૂરમું ચઢાવીશ, બાળક જીવતું રહે માટે એટલી કે જટા ઉતરાવીશ ઇત્યાદિ અનેક પ્રકારની માન્યતા માનવી, શરત કરવી તે બધો તીવ્ર મિથ્યાત્વના ઉદયને મહિમા છે. જ્યાં જેની હિંસા થાય
ત્યાં મહા ઘેર પાપ બંધાય છે. દેવને નિમિત્તે કે ગુરુને નિમિત્તે પણ હિંસા કરવામાં આવે તે પણ સંસારસમુદ્રમાં ડુબાડનારી છે. કેઈ દેવતાના ભયથી કે લેભથી કે લજજાથી પણ હિંસાના કાર્યોમાં કદાપિ ન પ્રવર્તે. દયાવાળાની તે દેવ પણ રક્ષા કરે છે. જે કોઈને અપરાધ ન કરે, વેર ન બાંધે તેને દેવ પણ દુભાવે નહીં. રાગી, દ્વેષી અને