________________
અમૂદષ્ટિ અંગ
- ૨૫ ખરાબ આચરણ કરતે દેખી, પિતાના પરિણામ બગાડે નથી. મલિન ક્ષેત્ર, મલિન ગામ કે ગૃહાદિકમાં મલિનતા, દરિદ્રતા દેખીને સમ્યક દ્રષ્ટિ ગ્લાનિ ન કરે. અંધકાર, ચેમાસું, ઉનાળા કે શિયાળાની વેદનાવાળા કાળને દેખીને તે ખેદ ના કરે. પિતાને ગરીબાઈ કે રેગ આવતાં, વિયેગ થતાં કે અશુભ કર્મને ઉદય આવતાં, તે પિતાનાં પરિણામ મલિન કરતા નથી. પરંતુ તે વખતે વિચારે છે કે જે મેં કર્મ બાંધ્યાં છે તેનું ફળ મારે જ ભેગવવાનું છે, અશુભ કર્મનું ફળ તે આવું જ હોય છે. જેને નિર્વિચિકિત્સા અંગ હોય તેને જ દયા હોય છે, તેને જ વૈયાવૃત્ય–સેવા ગુણ હોય છે અને તેને જ વાત્સલ્ય, સ્થિતિકરણ આદિક ગુણ પ્રગટ હોય છે. ૪. અમૂઢદષ્ટિ અંગ:
નરક, તિર્યંચ (પશુ આદિ), કુમનુષ્યાદિમાં જે ઘર દુઃખ ભેગવવાં પડે છે, તે દુઃખને માર્ગ જે મિથ્યામાર્ગ તેની અને કુમાગી એટલે મિથ્યા માર્ગમાં રહેલા પુરુષો તેમની જે મન વડે પ્રશંસા કરતા નથી, વચને કરી સ્તુતિ કરતા નથી, તથા કાયાએ કરીને પ્રશંસા કરતા નથી એટલે ચરણસ્પર્શ કે હાથ આદિની ચેષ્ટા વડે તેમનાં વખાણ જણાવવાનું કરતા નથી તે અમૂહદ્રષ્ટિ છે.
સંસારી જીવ મિથ્યાત્વના પ્રભાવને લીધે રાગ-દ્વેષી દેવની પૂજા પ્રભાવના દેખીને પ્રશંસા કરે છે. દેવીને માટે જીવહિંસા કરી હોય તેની પ્રશંસા કરે છે. ગૌ, કન્યા, સુવર્ણ, હાથી, ઘેડા, ઘર, પૃથ્વી, તલ, રથ અને દાસી એ દશ પ્રકારનાં કુદાનને ભલાં જાણે છે. યજ્ઞ, હોમાદિકની અને