________________
સમાધિ-સે પાન ૩. નિર્વિચિકિત્સા અંગ:
આ મનુષ્ય પર્યાય (અવસ્થા) રૂપ કાયા છે તે સ્વભાવથી જ અશુચિમય છે. તેમાં કેઈ ઉત્તમ મનુષ્યને રત્નત્રય એટલે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર પ્રગટ થાય છે તેની અશુચિમય કાયા પણ પવિત્ર છે. ત્રતવંતને રેગાદિ વડે મલિન દેહ દેખતાં છતાં જુગુપ્સા એટલે ગ્લાનિ કે દુગચ્છા ન થાય અને રત્નત્રયમાં પ્રીતિ થાય તેનું નામ નિવિચિકિત્સા અંગ છે.
આ દેહ તે સાત ધાતુમય તથા મળમૂત્રાદિની ખાણ છે, સ્વભાવથી જ અપવિત્ર છે. એવો દેહ તે રત્નત્રય-સ્વરૂપ પ્રગટ થવાથી પવિત્ર થાય છે. રેગ સહિત તથા વૃદ્ધાવસ્થા કે તપશ્ચર્યાથી સુકાઈ ગયેલું કે મેલું દેખાતું શરીર જોઈને, જેને ગ્લાનિ એટલે દુગચ્છા આવે નહીં અને ગુણેમાં પ્રીતિ થાય તેને નિર્વિચિકિત્સા અંગ કહે છે. જે સમ્યફદ્રષ્ટિ છે તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છે. પુદ્ગલને વિચિત્ર સ્વભાવ જાણી, મળ, મૂત્ર, લેહી, માંસ, પાચ સહિત તથા ગરીબાઈ, રેગાદિ સહિત મનુષ્ય કે તિર્યંચ આદિનાં શરીરની મલિનતા, દુર્ગધ આદિ દેખીને તથા સાંભળીને તે ગ્લાનિ કરે નહીં. કર્મના ઉદયને લીધે ભૂખ, તરસ, ગરીબાઈથી કઈ દુઃખી હોય છે, કેઈ કેદખાના આદિમાં પરવશ પડ્યા છે, કઈ નીચકુળમાં ઉત્પન્ન થયા છે, કેઈ નીચકર્મ કરી મલિન ભજન કરે છે, મલિન વસ્ત્ર પહેરે છે, કદરૂપાં અંગ-ઉપાંગ પામે છે પરંતુ સમ્યફદૃષ્ટિ આમાંના કેઈ ઉપર દુગચ્છા ભાવ લાવી પોતાના મનને બગાડતું નથી. કેઈને કષાયમાં આવી