________________
૨૩
નિષ્કાંક્ષિત અગ પરવશ પડ્યો છે; છતાં જેમ કેદખાનામાં પડેલે કોઈ પુરુષ કેદખાનામાં જરાય રાગ નથી કરતું પરંતુ પરવશ પટેલે હોવાથી મહાદુઃખ દેનાર કેદખાનાને લીંપે છે, પેવે છે, સાફ કરે છે, તેવી રીતે સમ્યફષ્ટિ પણ દેહને કેદખાના જેવો જાણે છે, ભૂખ તરસ આદિ વેદના સહન કરવાને અસમર્થ હોવાથી દેહને પિષણ આપે છે, પણ દેહને પિતાને માન નથી. વર્તમાનકાળની વેદનાને જ એને ભય છે અને વેદના મટાડવા જેટલી જ સમ્યફદ્રષ્ટિને વાછા છે. કર્મના ઉદયની જાળમાં તે ફસાયે છે, નીકળવાને ઈચ્છે છે; તથાપિ અપ્રત્યાખ્યાન સંબંધી રાગ-દ્વેષ, અભિમાન એવાં છે કે, ત્યાગવતાદિની ઈચ્છા છતાં, તે ત્યાગાદિ કરવા દેતાં નથી. કર્મને ઉદય બહુ બળવાન છે. સંસારી જીવ અનાદિ કાળથી કર્મને ઉદયની જાળમાંથી નીકળી શકતું નથી. દેહને સંગ વળગે છે ત્યાં સુધી દેહના નિર્વાહને અર્થે આજીવિકા, ભજન, વસ્ત્રની તે ઈચ્છા કરે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી લેકમાં પિતાની નીચી પ્રવૃત્તિના અભાવરૂપ ઊંચી પ્રવૃત્તિ ઈચ્છે છે; ધન સંપદા, આજીવિકાને નાશ થવાને ભય પણ રાખે છે; તિરસ્કાર થવાને ભય પણ કરે છે; ઈદ્રિયેના સંતાપને સહન કરવાની અશક્તિને લીધે વિષને વછે છે; કષાય ઘડ્યા નથી, રાગ ઘડ્યો નથી તેથી ભવિષ્યમાં ઘણું દુઃખ ઉત્પન્ન થશે એમ દેખવાથી તે કષાયાદિ ટાળવા ઈચ્છે છે તથાપિ રાજ્ય, ભેગ, સંપદા આદિને સુખકારી જાણ તે વાંછે નહીં.