________________
સમાધિ-સાપાન
૨૨
'
ઈચ્છા કરતા નથી. તે તો પાતાને આધીન નિરાકુળતા લક્ષણવાળા, અવિનાશી જ્ઞાનાનંદને જ સુખ માને છે અને પોતાના દેહને, ધન સંપદાદિકને, કર્મથી ઉત્પન્ન થયેલાં પરાધીન, વિનાશી, દુઃખરૂપ જાણી આ મારું છે’ એવા વિપરીત જૂઠો સંકલ્પ પણ તે કરતા નથી. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઊપજતા વિપરીત જૂઠા ભય, શંકા, પરવસ્તુમાં વાંછાએ સમ્યક્દ્ગષ્ટિને કદાપિ ન હોય. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણુ કષાય, પ્રત્યાખ્યાનાવરણુ કષાય, સંજવલન કષાય તથા હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ એકવીસ કષાયાના તીવ્ર ઉદ્ભયથી ઊપજેલા રાગભાવના પ્રભાવથી ઇન્દ્રિયાના સંતાપને લીધે ત્યાગ કરતાં પરિણામ કંપે છે. જોકે વિષયાને દુઃખરૂપ જાણે છે, તથાપિ વર્તમાન કાળની વેદના સહન કરવાને સમર્થ નથી. જેવી રીતે રાગીને કડવી દવા પીવી પડે છે તેને તે કી સારી જાણતા નથી, તાપણ વેદનાના માર્યાં કડવી દવા આદરથી પીએ છે. પરંતુ અંતરંગમાં દવા પીવી એ બહુ ખરાબ છે એમ તે જાણે છે; એવો કયારે દિવસ આવશે કે જ્યારે દવાનું નામ પણ ન લઉં એમ તેને થયા કરે છે. તેવી રીતે અવિરત સમ્યક્દ્ગષ્ટિ પણ ભાગાને કદી ભલા નથી જાણતા, પરંતુ તેના વગર ચાલે એમ લાગતું નથી, પરિણામની દૃઢતા રહેશે નહીં એમ લાગે છે. કષાયના પ્રબળ ધક્કો લાગી રહ્યો છે, ઇંદ્રિયાની બળતરા સહન થતી નથી, તેથી વેદનાના માર્યા ભાગની વાંછા કરે છે. સંઘયણ ( શરીરનું હાડખળ ) કાચું છે, કોઈ મદદ કરનાર જણાતા નથી, કષાયેાના ઉયે શક્તિના નાશ થઈ રહ્યો છે,