________________
ઉપગ્રહન અંગ
૨૭ શસ્ત્રધારી દેવ છે તે તે પિતે જ દુઃખી છે, ભયભીત છે, અસમર્થ છે. સમર્થ હોય, ભયરહિત હોય તે શસ્ત્ર શા માટે ધારણ કરે? જે ભૂખ્યું હોય તે જ ભેજન આદિ વડે પૂજાની ઈચ્છા રાખે. કુમાર્ગ છે તે સંસાર વધારવાનું કારણું છે. મિથ્યાવૃષ્ટિનાં ત્યાગ, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, દાન આદિકની અને તેને ધારણ કરનાર મિથ્યાવૃષ્ટિઓની મન, વચન, કાયાથી પ્રશંસા ન કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. દેવ-કુદેવને, ધર્મ-અધર્મને, ગુરુ-કુગુરુને, પાપ-પુણ્યને, ભક્ષ્ય-અભક્ષ્યને, ત્યાજ્ય–અત્યાજ્યને, આરાધ્ય-અનારાધ્યને, કાર્ય-અકાર્યને, શાસ્ત્ર-કુશાસ્ત્રને, દાન-કુદાનને, પાત્રઅપાત્રને, દેવાયોગ્ય–નહીં દેવાયેગ્ય વસ્તુને, ગ્રહણ કરવા યેગ્ય-નહીં ગ્રહણ કરવા ગ્યને, યુક્તિ-કુયુક્તિને અને કહેવા ગ્ય–નહીં કહેવા ગ્યને, અનેકાંતરૂપ નિર્ણય સર્વજ્ઞ વીતરાગના પરમ આગમ વડે બરાબર રીતે કરીને, મૂઢતારહિત થઈને અને પક્ષપાત છોડીને વ્યવહાર-પરમાર્થમાં વિરોધ ન આવે તે પ્રકારે શ્રદ્ધા કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. ૫. ઉપગૃહન અંગ:–
જિનેન્દ્ર ભગવાનને ઉપદેશેલે રત્નત્રયરૂપ માર્ગ સ્વતઃ શુદ્ધ છે, નિર્દોષ છે. આ રત્નત્રયરૂપ માર્ગની નિંદા થાય તેવું કોઈ કાર્ય અજ્ઞાનને લીધે કે અશક્તિને કારણે કોઈથી થયું હોય તે તે નિંદા વગેરેને દૂર કરી શુદ્ધ નિર્દોષ કરે તેને ઉપગૃહન કહે છે.
જે જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલે દશલક્ષણરૂપ ધર્મ તથા રત્નત્રયરૂપ ધર્મ છે તે અનાદિ અનંત છે; જગતના