________________
૨૮
સમાધિ-સે પાન જેને ઉપકાર કરનાર છે, સર્વ રીતે નિર્દોષ છે, કોઈનું અહિત તેનાથી થાય તેમ નથી, કોઈ તેને બાધા કરી શકે નહીં તેવો અબાધિત, અખંડિત છે. એવા ધર્મ વિષે કઈ અજ્ઞાનીના દોષને નિમિત્તે કે કેઈની નિર્બળતાને નિમિત્તે જે ધર્મની નિંદા થતી હોય તે તે દૂર કરવી, દેષ ઉઘાડા ન કરવા, ઢાંકવા તેને ઉપગૃહન કહે છે. અન્ય મિથ્યાવૃષ્ટિ લેક સાંભળશે તે ધર્મની નિંદા કરશે, એક અજ્ઞાનીના દોષ સાંભળી સર્વ ધર્માત્માને દોષ લગાડશે, એમ કહેશે કે આ જિન ધર્મમાં જેટલા જ્ઞાની, તપસ્વી, ત્યાગી, વ્રતવાળા છે તે બધા પાખંડી છે, કુમાગ છે, એમ એકના દોષને લીધે બધે ધર્મ અને સર્વ ધર્માત્મા પુરુષો વગેવાય. તેથી ધર્માત્મા પુરુષ હોય તે કઈ ધર્માત્માથી દોષ થયે હોય, તેને ધર્મ પરની પ્રીતિને લીધે ઢાંકે છે. જેવી રીતે માતા પ્રીતિને લીધે પુત્ર કદાપિ અન્યાય કે દોષ કરે તે તેના દોષને ઢાંકે છે, તેવી રીતે ધર્માત્મા પુરુષની સાધમ ઉપર તથા ધર્મ ઉપર એવી પ્રીતિ છે કે કર્મના પ્રબળ ઉદયથી કઈ સાધમને અજ્ઞાનતાથી કે અશક્તિથી વ્રતમાં, સંયમમાં, શીલમાં દેષ લાગી જાય, કે વ્રતાદિને ભંગ થઈ જાય તો પિતાની શક્તિ પ્રમાણે ઢાંકે જ. સમ્યક દ્રષ્ટિને સ્વભાવ જ એવો છે કે કોઈને દોષ પ્રગટ કરે નહીં, અપવાદ-નિંદા કરે નહીં, પિતાનાં સારાં કામ પ્રગટ કહી બતાવે નહીં, પોતાની પ્રશંસા અને પરની નિંદા કરે નહીં. સમ્યફદ્રષ્ટિને પરના દોષ દેખતાં એવો વિચાર ઊપજે છે કે આ સંસારમાં જીવો અનાદિ કાળથી કર્મને આધીને વર્તે છે તેથી મેહનીય, જ્ઞાનાવરણીય