________________
સ્થિતિકરણ અંગ અને દર્શનાવરણીય કર્મોના ઉદયવશે દેષમાં તે પ્રવર્તે કે ભૂલ કરે એમાં શું આશ્ચર્ય છે? જીવોને કામ, ક્રોધ, લેભાદિક નિરંતર મારી રહ્યા છે, ભુલાવી રહ્યા છે. મેં પણ સંસારમાં રાગ, દ્વેષ, મેહને વશ થઈ કયા દોષ કર્યા નથી? હમણાં જિનેન્દ્રના પરમાગમના શરણની કઈ કૃપાથી કંઈક ગુણદોષની ઓળખાણ થઈ છે, તોપણ અનાદિ કાળના કષાયના સંસ્કારથી અનેક દોષ કરી રહ્યો છું. તેથી અન્ય જીવોના કર્મના ઉદયની પરાધીનતાથી થયેલા દોષ દેખીને તે કરુણા જ કરવી ઘટે છે. સંસારી જીવ વિષય કષાયને વશ હાઈ પરાધીન છે. કષાય અને વિષયે જ્ઞાનને લૂંટી લઈ અનેક પ્રકારના નાચ નચાવે છે. આત્માને ભુલાવી દે છે. તેથી અજ્ઞાની જનેના દોષ દેખીને તે પિતે ખેદ કરતા નથી. ક્ષેત્ર, કાલ આદિના નિમિત્તે જે બનનાર છે તે ફેરવવા કેઈ સમર્થ નથી.
૬. સ્થિતિકરણ અંગ :
કઈ પુરુષ સમ્યફદર્શન સહિત દ્રઢ શ્રદ્ધાવાળે હોય તથા ચારિત્ર, વ્રત, સંયમ સહિત હેય પરંતુ કોઈ પ્રબળ કવાયના ઉદયથી, બેટી સંગતિથી, રેગની તીવ્ર વેદનાથી, ગરીબાઈથી, મિથ્યા ઉપદેશથી કે મિથ્યાવૃષ્ટિના મંત્ર તંત્રાદિક ચમત્કાર દેખીને, સત્યાર્થ શ્રદ્ધા કે આચરણથી ચળી જતે. હેય, તેને ધર્મથી ડગી જતે જાણી, વાત્સલ્યધર્મવાળો ધમત્મા–પ્રવીણ પુરુષ, તેને ઉપદેશાદિક વડે ફરી સત્યાર્થ શ્રદ્ધા કે ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર કરે તેને સ્થિતિકરણ અંગ કહેવાય છે.