________________
સમાધિ-સાપાન
૨૭૮
૪. ઉત્તમ સત્ય :—
ઃઃ
- ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર
સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન યાધર્મનું મૂળ કારણ છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર એળંગવાનું તે જહાજ છે; સર્વ સદાચરણેામાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શેશભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યાં દ્વીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણાના સમૂહના મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે. સત્યને આધારે અણુવ્રત મહાવ્રત રહેલાં છે. સત્ય વના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોના નાશ થાય છે. તેથી જે વચન પેાતાને અને પરને હિતકારક હાય તેવાં ખેલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન ખેલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તેપણ ન કહેવું. અભિમાન રહિત બેલે, પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચના મેલેા; પરંતુ પુણ્યપાપ, સ્વર્ગ-નરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચના ન મેલા.
પરમાગમ ઉપદેશે છે કે આ જીવ અનંતાનંત કાળ તે નિગેાદમાં જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મ-વર્ગણા જ ગ્રહણ