________________
૨૯૭
દશ લક્ષણરૂપ ધર્મ (આજ વ) નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પિતાની આબરૂ બગાડવા બરાબર છે, ધર્મ બગાડવારૂપ છે. કપટીને સર્વ મિત્રે આપોઆપ શત્રુ થઈ જાય છે. કેઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એક વાર જગતમાં જાહેર થાય તે તેને સર્વ લેક અધમ માની તેને વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેને વિશ્વાસ રાખતી નથી કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતધી છે. વીતરાગ ધર્મ તે છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પિસી શકે નહીં, તેમ વકપરિણામીના હદયમાં વીતરાગને આર્જવ એટલે સરળ ધર્મ પ્રવેશ કરી શકતું નથી. કપટીના બન્ને લેક બગડે છે. તેથી જે યશની ઈચ્છા હોય, આબરૂની ઈચ્છા હોય, ધર્મની ઈચ્છા હોય તે માયા કપટને ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરે. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત, સરળ ચિત્તથી અપરાધ થયો હોય તે પણ દંડ દેવા ગ્ય નથી. આજ ધર્મને ધારક તે પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાને, સંતોષી થવાને સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ધન, સંપત્તિ, કુટુંબ આદિને પિતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પિતાને ભિન્ન એકલે જાણે તે ધન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર–પરિભ્રમણથી મુક્ત કરવા ઈચ્છતા હે તે માયાચારનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરે.