________________
૨૭૬
સમાધિ-સપના ૩. ઉત્તમ આર્જવ :સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે.”
= શ્રીમદ્ રાજચંદ્ર ધર્મનું શ્રેષ્ઠ લક્ષણ આર્જવ છે. આર્જવ એટલે સરળતા. મન, વચન, કાયાને કુટિલપણને અભાવ તે આર્જવ છે. આર્જવ ધર્મ પાપને નાશ કરનાર, અને સુખ ઉત્પન્ન કરનાર છે. તેથી કુટિલ સ્વભાવ છેડી કર્મને ક્ષય કરનાર આર્જવ ધર્મ ધારણ કરે. કુટિલતા અશુભ કર્મને બંધ કરાવનાર અને જગતમાં અતિ નિંદવા લાયક છે. તેથી, આત્માનું કલ્યાણ ઈચ્છનારે આર્જવ ધર્મનું અવલંબન લેવું ઘટે છે. જે મનમાં ચિંતવ્યું હોય, તેવું જ બીજાને વચનથી કહેવું, અને તે પ્રમાણે કાયાએ કરીને વર્તવું, તે સુખની ખાણુરૂપ આર્જવ ધર્મ છે. માયાચારરૂપ શલ્ય મનમાંથી દૂર કરી, ઉજજ્વળ, પવિત્ર આર્જવ ધર્મને વિચાર કરે. કેમકે માયાચારીનાં વ્રત, તપ, સંયમ સર્વ નિરર્થક છે. આર્જવ ધર્મ મોક્ષમાર્ગમાં મિત્રરૂપ છે. કુટિલ વચન ન બોલે તેને આર્જવ ધર્મ પ્રાપ્ત થાય છે. આર્જવ ધર્મ છે તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું અભેદ સ્વરૂપ છે; અતીંદ્રિય સુખને ખજાને છે; અતીંદ્રિય અવિનાશી સુખ પ્રાપ્ત કરાવવા સમર્થ છે; સંસારસમુદ્ર તેરવાનું જહાજ છે.
માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિને ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પિતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે છે તે પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય છે. છાની