________________
દેશ લક્ષણરૂપ ધર્મ (સાવ)
૨૭૫
પેદા કરે છે. પુત્ર, શિષ્ય તથા સેવકના તે એ જ ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ, કે શેઠને જણાવવું, આજ્ઞા માગવી પણ આજ્ઞાના અવસર ન મળે તેા અવસર દેખે કે તરત જ જણાવે, તે જ વિનય છે, તે જ ભક્તિ છે.
જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ્ય રહિત કેમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ધન્ય છે. ઉત્તમ પુરુષો બાળક, વૃદ્ધ, નિર્ધન, રાગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયેાગ્ય પ્રિય વચન, આદરસત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. ઉત્તમ જના ઉદ્ધૃતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણુ પહેરે નહીં. ઉદ્ધૃતપણે બીજાનું અપમાન થાય તેમ લેણું, દેણુ, વિવાહ આદિ વ્યવહાર કાર્ય કરે નહીં. ઉદ્ધતાઈથી અભિમાનભરી ચાલ, નજર, વચન, ઊઠવું, બેસવું દૂરથી છેડી દે તેને લેાકમાન્ય માદેવ ગુણ પ્રગટે છે.
ધન, રૂપ, જ્ઞાન, વિદ્યા—કલા-ચતુરાઈ, ઐશ્વર્ય, બળ, જાતિ, કુળ, લોકમાન્યતા આદિ ગુણા મળ્યા તે સફળ કયારે ગણાય કે જો તે ઉદ્ધૃતતારહિત, અભિમાનરહિત, નમ્રતા સહિત, વિનય સહિત પ્રવર્તે, પેાતાના મનમાં પેાતાને સર્વથી લઘુ માને તેા. એ ધનાદિ સર્વ પ્રાપ્ત થવાં કર્મને આધીન છે, પુણ્યથી પ્રાપ્ત થાય છે એમ જાણે તે તેના ગર્વ કેમ કરે ? ન કરે. હે ભવ્યજનો ! સમ્યક્દર્શનનું અંગ આ માદેવ ધર્મ જાણી તેની સ્તુતિ, ભાવના, ધ્યાન કરો.