________________
૨૭૪
સમાધિ-સે પાન રત્ન ધારક ચક્રવર્તી મરીને એક સમયમાં સાતમી નરકને વિષે નારકી થાય છે. બળભદ્ર-નારાયણનાં ઐશ્વર્ય પણ નાશ પામ્યાં તે સામાન્ય માણસની વાત જ શી કરવી? જેની હજારે દેવે સેવા કરે તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એક માણસ ન રહ્યું તે બીજા પુણ્યહીન જીવે કેમ મર્દોન્મત્ત બની રહ્યા છે ?
ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણતા, ઉત્તમ તપશ્ચર્યા કરવામાં ઉદ્યમી અને મહા દાનવીર પુરુષો પણ પિતાના આત્માને અતિ નીચે માને છે, તેમને માઈવ ધર્મ પ્રગટે છે. વિનયભાવ, નિર્માનીપણું એ સર્વ ધર્મનું મૂળ છે, સર્વ સમ્યકજ્ઞાનાદિ ગુણોને આધાર છે. જે સમ્યફદર્શનાદિ ગુણ પ્રાપ્ત કરવા હેય, પિતાને ઉજજવળ યશ વિસ્તાર હોય અને વેરને નાશ કરે હોય તે ગર્વ તજી, નમ્રતા ગ્રહણ કરે. ગર્વ ગાળ્યા વિના વિનયાદિ ગુણ, વચનની મધુરતા, પૂજ્ય પુરુષોને આદર-સત્કાર, દાન, સન્માન આદિ એકે ગુણ પ્રાપ્ત નહીં થાય.
અભિમાનીને વગર વાંકે સર્વ વેરી બને છે, તેની સર્વ નિંદા કરે છે, સર્વ લેક તેની પડતી થાય એમ ઇચ્છે છે. શેઠ અભિમાની નેકરને કાઢી મૂકે છે. ગુરુજને અભિમાનીને વિદ્યા આપવા તત્પર થતા નથી. અભિમાનીથી
કરે પણ વિમુખ રહે છે. મિત્ર, ભાઈ, વડીલ, પડોશી વગેરે તેની પડતી ઈચ્છે છે. પિતાગુરુ, ઉપાધ્યાય તે પુત્ર કે શિષ્યને વિનયી દેખીને આનંદ પામે છે. અવિનયી, અભિમાની પુત્ર કે શિષ્ય મોટા પુરુષના મનમાં સંતાપ