________________
દશ લક્ષણરૂપ ધર્મ (માદવ)
૨૭૩ સુયશ પામે છે અને પરલેકમાં તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે. 'કેમળ પરિણામથી જ અત્યંતર અને બાહ્ય તપ શેભે છે. અભિમાનીનું તપ પણ નિંદવા યોગ્ય છે. કેમળ પરિણામથી ત્રણ જગતના લેકનાં મને પ્રસન્ન થાય છે. માર્દવ વડે જ જીવ વીતરાગને સત્ય ધર્મ પામે એમ જણાય છે. માર્દવ વડે સ્વ-પરના સ્વરૂપને અનુભવ થાય છે. કઠોર પરિણામવાળાને સ્વ–પરને વિવેક હોતું નથી. માદેવથી જ સમસ્ત દૈષોને નાશ થાય છે. માદેવ પરિણામ સંસાર સમુદ્રમાંથી જીવને તારે છે. તેથી માર્દવ પરિણામને સમ્યકદર્શનના અંગ જાણી તે નિર્મળ માર્દવ ધર્મની સ્તુતિ કરે.
સંસારી જોને અનાદિ કાળથી મિથ્યાદર્શનને ઉદય ચાલ્યો આવ્યો છે તેથી પર્યાય-બુદ્ધિને લઈને જાતિ, કુળ, વિદ્યા, બલ, ઐશ્વર્ય, રૂપ, તપ, અને ધનને પિતાનું સ્વરૂપ માની ગર્વિષ્ઠ થઈ રહ્યો છે. તેને એમ સમજાયું નથી કે આ જાતિ, કુળ આદિ બધાં કર્મના ઉદય પ્રમાણે પ્રગટેલા પુદ્ગલના નાશવંત વિકારો છે અને હું અવિનાશી જ્ઞાનસ્વરૂપ અરૂપી છું. અનાદિકાળમાં અનેક જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય આદિ પામી પામીને મૂકતે આવ્યો છું. એમાં હવે મારાં કેને માનું ? ધન, યૌવન, ઇદ્રિયજનિત જ્ઞાન આદિ સર્વ વિનાશી છે, ક્ષણભંગુર છે તેને ગર્વ કરે તે સંસારપરિભ્રમણનું કારણ છે.
આ સંસારમાં સ્વર્ગલેકના મહાદ્ધિવાળા દેવ મરીને એક સમયમાં એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે કે કાગડા, કૂતરા, ચંડાળ આદિના ભવ પામે છે. નવ નિધાન, ચૌદ
૧૮