________________
૨૭૨
સમાધિસેપાના ૨. ઉત્તમ માર્દવ :“જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હોત.”
શ્રીમદ્ રાજચંદ્ર
માન કષાયથી આત્મામાં કઠેરતા આવે છે તે કઠોરતા દૂર થતાં નમ્રતા પ્રગટે છે, તે માર્દવ નામે આત્માને ગુણ છે. આત્મા અને માન કષાય ભિન્ન છે એમ જાણી, આત્માને અનુભવ કરી માન કે ગર્વ તજ તે ઉત્તમ માર્દવ ગુણ છે. માન સંસાર વધારનાર છે, અને માર્દવ. સંસાર–પરિભ્રમણ ટાળનાર છે. માર્દવ દયાધર્મનું મૂળ છે અને અભિમાન પાપનું મૂળ છે. અભિમાનીમાં દયાધર્મ વસતે નથી. કઠોર હૃદયવાળે નિર્દય હોય છે. માર્દવ ગુણ સર્વને હિતકારક છે. જેનામાં વિનય ગુણ છે તેનું જ વ્રત પાળવું, સંયમ ધાર, જ્ઞાનને અભ્યાસ કરવો એ સર્વ સફળ છે અભિમાનીનાં એ બધાં નિષ્ફળ છે. માર્દવ ગુણ કષાયને નાશ કરનાર છે, અને પાંચ ઇદ્રિ તથા મનને દંડ દેનાર છે. વિનય ગુણના પ્રતાપે ચિત્તરૂપી ભૂમિમાં કરુણારૂપ વેલ ઊગીને ફેલાય છે. માર્દવ ગુણથી જ વીતરાગ ભગવાન પ્રત્યે તથા તેમનાં વચનામૃત પ્રત્યે ભક્તિ ઊગે છે. અભિમાનીને વીતરાગ ભગવાનના ગુણો ઉપર અનુરાગ થતું નથી. માર્દવ ગુણથી કુમતિ ફેલાતી નથી પણ નાશ પામે છે. અભિમાનીને બહુ કુબુદ્ધિ ઊપજે છે. માર્દવ ગુણથી પરમ વિનય પ્રવર્તે છે. વિનય વેરીને વશ કરે છે. માન ઘટે તે પરિણામની ઉજજ્વળતા થાય છે. કેમળ પરિણામથી આ લેક, પરલેક બન્ને સુધરે છે. આ લેકમાં નમ્રતાવાળે