________________
દશ લક્ષદ્ગુરૂપ ધર્મ (ક્ષમા)
૨૦૧
વીતરાગને તેં જાણ્યા શાના ? વીતરાગ ધર્મની ઉપાસના કરી ખરી? તે લોકોને મૂર્ખ જાણ્યા ખરા ? મેાહી, મિથ્યાદૃષ્ટિ, મૂઢજનાનું જ્ઞાન તે વિપરીત જ હાય છે; અને તે કર્માને વશ હાય છે તેથી ક્ષમા કરવા ચેાગ્ય છે.
ક્ષમા આ લાકમાં પરમ શરણુરૂપ છે; માતા સમાન રક્ષા કરનારી છે; વધારે શું કહીએ ? જિનધર્મનું મૂળ ક્ષમા છે. સર્વ ગુણના આધાર ક્ષમા છે. તે જ કર્મો કાપવાનું હથિયાર છે; હજારા ઉપદ્રવાને દૂર કરનારી છે; તેથી ધન જતાં કે પ્રાણ જતાં પણ ક્ષમા છેડવા યોગ્ય નથી. કાઈ દુષ્ટ આપણી ઘાત કરતા હેાય તેવે વખતે પણ કડવાં વચન ન કહેા. મારનાર પ્રત્યે પણ મનમાંથી વેર દૂર કરીને કહા કે તમે તા મારા ઉપકારી છે, પરંતુ મરણ આવી પહોંચ્યું છે એટલે આપ શું કરે ? પાપ કર્મના ઉદય આવી પહેાંચ્યા છે છતાં આટલું અહાભાગ્ય કે આપ સરખા મેાટા પુરુષને હાથે મારું મરણ થાય છે. મારા જેવા અપરાધીને આપ દંડ ન દે તે ન્યાય માર્ગના લાપ થાય. હું અપરાધનું ફળ આગળ નરક–તિર્યંચગતિમાં ભાગવત; તેને બદલે આપે મને અહીં જ દેવામાંથી મુક્ત કર્યાં. હું મન, વચન, કાયાથી આપના પ્રત્યે વેર વિરાધ રાખતા નથી; ક્ષમા ગ્રહણ કરું છું. અને આપ પણ મને અપરાધની શિક્ષા આપી ક્ષમા ગ્રહણ કરો. રાગ આદિ કષ્ટ વેઠીને બહુ દુઃખ સહિત હું મરત, તેને ખલે ધર્મના શરણુ સહિત, ઋણુરહિત થઈને આપ સજ્જનની કૃપા સહિત મરણુ કરીશ. આ પ્રકારે મારનાર પ્રત્યે પણ વેર તજી સમભાવ રાખવા તે ઉત્તમ ક્ષમા છે.