________________
૨૭૦
સમાધિ-પાન શુદ્ધિ સાધવા ગ્ય છે. જે અમારાં પરિણામ દેજવાળાં હોય, અને અમારા કઈ મિત્રો અમને સારા કહે, તો તેથી અમે ભલા થઈ જવાના નથી, અને અમારા ભાવ નિર્દોષ હોવા છતાં કેઈ દ્વેષબુદ્ધિથી અમને બેટા કહે છે તેથી અમે ખોટા થઈ જવાના નથી. જેવાં અમારાં આચરણ-વર્તન હશે તેવું ફળ પ્રાપ્ત થશે. જેમ કોઈ કાચને રત્ન કહે અને રત્નને કાચ કહે, તે પણ કિંમત તે રત્નની જ ઊપજશે કાચના કટકાની કિંમત રત્નના જેટલી કોણ આપે?
પરમાં દોષ ન હોય તે પણ પરના દોષ કહ્યા વિના દુષ્ટ જનને ચેન પડતું નથી. તેથી મારામાં ન હોય તેવા દે કલ્પીને દુષ્ટ જન ઘેર ઘેર લેકેને ભલે કહ્યા કરે અને એમ કરીને ભલે સુખી થાય. જે ધનની ઈચ્છક હોય તે ભલે મારું સર્વસ્વ લઈ જઈને સુખી થાય. સ્થાનના ઈચ્છક,
સ્થાન લઈને સુખી થાઓ. જે શત્રુ મારા પ્રાણ લેવાને ઈચ્છતા હોય તે મારા પ્રાણ હરણ કરીને સુખી થાઓ. - હું મધ્યસ્થ છું, રાગ-દ્વેષ રહિત છું. સમસ્ત જગતનાં પ્રાણીઓ મારા નિમિત્તે સુખી થાઓ; મારા નિમિત્તે કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાઓ. હું આ પિકારીને કહું છું; કારણ કે મારું જીવન તે આયુષ્ય કમેને આધીન છે. અને ધન તથા સ્થાનનું રહેવું કે જવું, પાપપુણ્યને આધીન છે. કેઈ જીવ સાથે મારે વેર-વિરેાધ નથી; સર્વ પ્રત્યે એક ક્ષમા છે.
હે આત્મા! મિથ્યાવૃષ્ટિ, દુષ્ટ, મૂહ, અવિવેકી મનુષ્ય કરેલા દુર્વચન આદિ ઉપદ્રવથી ગભરાઈ જઈ તેને દુઃખ માની ખેટું લગાડે તે ત્રણ લેકના શિરેમણિ સમાન ભગવાન