________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૯
અનેક દુઃખ સહન કરવાં ઘટે છે. સંસારમાં તે દુઃખ જ છે. જ્ઞાન અને વિવેક રહિત સત્શાસ્ત્રોના દ્વેષી, મહાનિર્દયી, પરભવ સુધારવાની ભાવના વિનાના, વિનાના, ક્રોધરૂપ અગ્નિથી ખળતા, દુષ્ટતા ભરેલા, વિષયાની લેલુપતાથી અંધ થયેલા, હઠાગ્રહી, મહા અભિમાની, કૃતન્ની એવા અનેક દૃષ્ટ મનુષ્યા. આ સંસારમાં ન હેાત તેા ઉજ્જ્વળ બુદ્ધિવાળા સત્પુરુષા વ્રત, તપશ્ચરણ કરી મેાક્ષને માટે પુરુષાર્થ શા માટે કરત ?' આવા ક્રોધી, દુચન બોલનાર, હઠાગ્રહી, અન્યાયમાર્ગી મનુષ્યા વિશેષ દેખીને જ સત્પુરુષો વીતરાગી થયા છે. મહા પુણ્યના પ્રભાવથી હું પરમાત્મસ્વરૂપના જ્ઞાતા થયા, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશેલા પદાર્થાના નિર્ણય થયા, અને સંસારપરિભ્રમણ આદિથી ભયભીત થઈ વીતરાગ માર્ગમાં પ્રવર્યાં; તેમ છતાં જો અત્યારે હું ક્રોધને વશ થઈને વર્તીશ તા મારું જ્ઞાન, ચારિત્ર સઘળું નિષ્ફળ થશે. અને ધર્મના અપયશ ફેલાવનાર થઈને દુર્ગતિને પાત્ર થઇશ.
પદ્મનંદ્ધિ મુનિએ કહ્યું છે કે મૂર્ખ માણસાએ ઉપાવેલી ખાધા–પીડા, ક્રોધનાં વચન, હાંસી, અપમાન આદિ વડે ઉત્તમ પુરુષોના મનમાં વિકાર થતા નથી, ખાટું લાગતું નથી. ઉત્તમ ક્ષમા તા તે કહેવાય અને તે ક્ષમા મેક્ષમાર્ગમાં પ્રવર્તનારને પરમ સહાય કરનાર છે.
વિવેકી જને એમ વિચારે છે કે રાગ-દ્વેષ આદિ મળ. રહિત નિર્મળ મન રહેતું હાય તે પછી અન્ય લોકો અમને ખોટા કહે કે સારા કહે; તેની સાથે અમારે શું પ્રયેાજના છે? વીતરાગ ધર્મને ધારણ કરનારે પેાતાના આત્માની.
તે