________________
૨૬૮
સમાધિ-સંપાન વીતરાગ ધર્મ ધારણ કર્યો તે હવે કોધાદિકના નિમિત્તોમાં સમભાવ રહે છે કે નહીં એની પરીક્ષા તે કરું. મારા પુણ્યના ઉદયથી આ દુર્વચન કહેનાર મારફતે પરીક્ષાભૂમિ પ્રગટ થઈ છે તે મારે ક્ષમા ધારણ કરવા યંગ્ય છે. કોઈ નિર્દય માણસ મારવા તૈયાર થાય તે પણ જે મનમાં મલિન ભાવ ન થાય, સમભાવ રહે છે તે કલ્યાણનું કારણ છે, પ્રશંસવા ગ્ય ક્ષમા છે. ઘણે કાળ શાસ્ત્રને અભ્યાસ કર્યો હેય, સારે સ્વભાવ રાખ્યું હોય પરંતુ પ્રસંગ પશે સમભાવ ન રહે તે તે શાસ્ત્રાભ્યાસ કે સ્વભાવ શા કામના ? પ્રશંસવા ગ્ય ધીરજ તે એનું નામ કે જે દુષ્ટ જનનાં કુવચન સાંભળતાં પણ છૂટી જાય નહીં, દ્રઢ રહે. કટીને વખત ન આવે ત્યાં સુધી તે સર્વ મનુષ્ય સત્ય, સંતેષ, ક્ષમા ધારણ કરે છે. પરંતુ જેમ ચંદન વૃક્ષને કુહાડો કાપે છે તે પણ કુહાડાના મુખને તે સુગંધી બનાવે છે, તેમ જે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે તેનું જીવ્યું ધન્ય છે. આવી પડેલા ઉપસર્ગ કે કોઈના કરેલા ઉપસર્ગને અવસરમાં જેના ચિત્તમાં મલિન ભાવ ઊપજતું નથી તે અવિનાશી સંપત્તિ પામે છે.
પિતાના ભાવ વડે પૂર્વે બાંધેલાં પાપકર્મો ઉદયમાં આવે ત્યારે કર્મનું ફળ જેમના નિમિત્તે મળે છે તે બાહ્ય નિમિત્તા પ્રત્યે અજ્ઞાની જન ક્રોધ કરે છે, પરંતુ પિતાના દોષ દેતા નથી. પરંતુ જ્ઞાની એમ વિચારે છે કે જે કર્મોને નાશ થવાથી સંસારદુઃખને નાશ થાય છે, તે કર્મો પિતે જ ફળ આપીને છૂટે છે, તે માટે રાજી થવું જોઈએ. આ સંસારરૂપ વન અનેક દુઃખથી ભરેલું છે, તેમાં વસનારે