________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૭૯ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તે જિહા ઈન્દ્રિય જ પામે નહીં, બેલવાની શક્તિ પણ પામ્યું નહીં. બેઈન્દ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ, પક્ષી) માં જિહાઈન્દ્રિય તે પામ્ય, પણ અક્ષરસ્વરૂપ શબ્દો બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. એક મનુષ્યપણામાં વચન બલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવને મહિમા તે વચન વડે જ છે. નાક, કાન, જીભ, આંખ તે પશુને પણ હેય છે; ખાવું-પીવું, કામ–ભગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢેરને પણ પ્રાપ્ત થાય છે, આભરણ, વસ્ત્ર આદિ કૂતરાં, વાંદરા, ગધેડા, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં જ મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડયું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવું–દેવું, કહેવું-સાંભળવું, પ્રતીતિ–પરીક્ષા, ધર્મ-કર્મ, પ્રીતિ–વેર વગેરે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડવું તેણે તે બધે મનુષ્ય જન્મને વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પિતાનું વચન દૂષિત ન કરે.
પરમાગમમાં ચાર પ્રકારનાં અસત્ય વચન કહ્યા છે તેને ત્યાગ કરે ?