________________
૨૮૦
સમાધિ પાન (૧) વસ્તુ હોય તેને નથી એમ કહેવું તે પ્રથમ અસત્ય છે. જેમકે કર્મભૂમિનાં મનુષ્ય, તિર્યંચનું અકાળ મરણ નથી થતું. આ વચન અસત્ય છે, કેમકે દેવ, નારકી તથા ભેગભૂમિનાં મનુષ્ય, તિર્યંચ તે આયુષ્ય સ્થિતિ પૂરી થયે જ મરે છે. તે પહેલાં આયુષ્ય તૂટતું નથી; બાંધેલી સ્થિતિ જોગવીને જ મરે છે. પણ કર્મભૂમિનાં મનુષ્ય તિર્યંચનું આયુષ્ય તે વિષ ખાવાથી, મારથી, છેદવાથી, બાંધવાથી, તીવ્ર રેગની વેદનાથી, લેહીને નાશ થવાથી, દુષ્ટ મનુષ્ય, દુષ્ટ તિર્યંચ કે ભયંકર દેવે કરેલા ઉપસર્ગથી થયેલા ભયથી, વીજળી પડવાથી, પિતાના દેશના કે પરદેશના લશ્કર વગેરેના ભયથી, શસ્ત્રના ઘાથી, પર્વત ઉપરથી પડતું મૂકવાથી, અગ્નિ, પવન, પાણી, કલહ કે તકરારથી થતા કલેશથી, ધૂમાડાથી, શ્વાસોચ્છવાસ રૂંધાઈ જવાથી અથવા આહાર–પાણી આદિ બંધ થવાથી આયુષ્યને નાશ થાય છે. આયુષ્યની લાંબી સ્થિતિ પણ વિષ ખાવાથી, લેહીના નાશથી, ભયથી, શસ્ત્રના ઘાથી, સંક્લેશ કે ત્રાસથી, શ્વાસ રૂંધાવાથી, અન્ન જળના અભાવથી તત્કાળ નાશ પામે છે. કેટલાક લેક કહે છે કે આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી તે તેમને પૂછવું કે બાહ્ય નિમિત્તથી આયુષ્ય તૂટતું ન હોય તે વિષ ખાતાં કણ ડરે? વિષ ખાનારને ઊલટી કેમ કરાવે છે? શસ્ત્રથી ઘા કરનારને ડર શાને લાગે છે? સાપ, સિંહ, હાથી તથા દુષ્ટ મનુષ્ય કે પશુ આદિથી દૂર કેમ જતા રહે છે? નદી, સમુદ્ર, કૂવા, વાવડીમાં તથા અગ્નિની જવાળામાં પડતાં કેમ ડરે છે? રેગને ઉપાય કેમ કરે છે? વધારે શું કહેવું? આયુષ્યની ઘાત