________________
સેળ કારણભાવના
૧૩૧ સંસાર, શરીર ને ભેગ વિષે–વૈરાગ્ય ભાવ ભાવે; માત્ર મોક્ષની ધરી અભિલાષા, સંવેગ એક જગાવે-જ્ય૦ ૭ આત્માની હિંસા કરનારા, લેભાદિક કષાયે; તજી, શક્તિ અનુસાર સુપાત્રે ઘો દાન, તજી વ્યવસાયે-જય૦ ૮ બાહ્યાભ્યતર પરિગ્રહ પરની તજી આસક્તિ આવે સર્વ વિષયની ઈચ્છા તજીને, યથાશક્તિ તપ-લ્હા-જય૦ ૯ રાગાદિક દોષ દૂર કરને, ધર્મની હારે ધાવે; વીતરાગ મુનિને દુઃખ દેખી, સાધુ સમાધિ પ્રગટા-ય૦ ૧૦ દશવિધ સાધુ–સંઘની સેવા, મહા ભાગ્ય તે ભાળે; રાગ-દ્વેષ રેગાદિક પીડા, પથ-પરિશ્રમ ટાળો-જય૦ ૧૧ પરમ પૂજ્ય અરિહંત આતમા, સદા ભક્તિથી ભાવે; પ્રેમ ધરી કરી સ્તુતિ-પૂજા આત્મ-હિત ઉપજાવો-ય૦ ૧૨ પાળે પળાવે સદાચાર કરી મોક્ષમાર્ગ ફેલાવે એ આચાર્ય ગુરુની ભક્તિ, આદરથી ઉર લવ-જય૦ ૧૩ સમ્યકશ્રુત નિત્ય ભણે ભણાવે, ઉપાધ્યાય પદ સેવે; બહુશ્રુતની બહુ ભક્તિ કરીને, જ્ઞાન પરિશ્રમ લે-ય૦ ૧૪ આ વચનનું શ્રવણ પઠન ને, ચિંતન ભક્તિ ભાવે; અનેકાંત-આગમ સેવાથી, સંશય સર્વ શમાર્ય . ૧૫ સ્તવન, સામાયિક, પ્રતિક્રમ, વંદન, પચખાણુ, કાઉસગ ભાવે આવશ્યક એ કરી સદાયે, વૃત્તિ અનાદિ વાળે-જય૦ ૧૬. ધન્ય-પુરુષ કરે ધર્મ–પ્રભાવના વિદ્યા દાન વધારે પર–ધમી પણ કરે પ્રશંસા, સદાચાર જે ધારે-જય૦ ૧૭