________________
૩૫
વાત્સલ્ય અંગ પ્રત્યે પણ તે વેર ન કરે. તે વિચારે, “મારા પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી મારી સાથે વેર રાખનાર આ બળવાન શત્રુ ઉત્પન્ન થયે છે. યથાશક્તિ તેને પ્રિય વચન વડે સમજાવવારૂપ સામથી, ધન આપવારૂપ દામથી, શક્તિ પ્રમાણે તેને શિક્ષા કરવારૂપ દંડથી કે તેને મદદ કરનારને ભાગી પાડવારૂપ ભેદથી, ઈત્યાદિ ઉપાયથી શત્રુને રેકીને મારી રક્ષા કરું.” જે તે શેકાય તેમ ન હોય તો એમ વિચારે છે, “મારા પૂર્વ કર્મને ઉદયે આને બળવાન બનાવ્યો છે અને મને નિર્બળ બનાવીને શિક્ષા કરી છે, તેમાં મારે કેની સાથે વેર કરવું? મારે શત્રુ જે કર્મ તે નિર્જરી જાય તેવો સમભાવ ધારણ કરી કર્મને છતું. અન્યની સાથે વેર કરી નકામાં કર્મ નહીં બધું.” સર્વ પ્રાણી પ્રત્યે વાત્સલ્યભાવ હોવાથી સમ્યદ્રષ્ટિ કેઈની સાથે વેર કરતો નથી. કોઈ દુષ્ટ જીવ ધર્મ પ્રત્યેના વેરને લીધે મંદિર કે પ્રતિમાને નાશ કરવા આવે, તો તેને પિતાના બળથી રેકી શકાય તો રેકે, પણ તે પ્રબળ હોય તો વિચાર કરે કે, કળિકાળને નિમિત્તે ધર્મની ઘાત કરનાર પ્રગટ થઈને પિતાનું વેર સાધે છે, તે બળવાન કેવી રીતે શેકાય ? મારા ક્ષમાદિક તથા સમ્યકજ્ઞાન, શ્રદ્ધા આદિકને નાશ કરવા કોઈ સમર્થ નથી. આ મંદિર આદિકને દુષ્ટ હોય તે બગાડે છે. ધર્માત્મા હોય તે ફરી કરાવે છે. કાળના દોષને લઈને અનેક દુષ્ટ જીવો ઉત્પન્ન થાય છે, તેને રેકવાને કેણ સમર્થ છે? ભાવી બળવાન છે. સારું થવાનું હેત તે આવા દુષ્ટ મિથ્યાદ્રષ્ટિ પ્રબળ બળવાળા ન ઊપજત. તેથી વીતરાગતા એ જ મારું પરમ શરણ હે!