________________
સમાધિ-પાન
૮, પ્રભાવના અંગ :–
સંસારી જીવોના હૃદયમાં વ્યાપ્ત અંધકારને સત્યાર્થ સ્વરૂપના પ્રકાશ વડે દૂર કરી જિનેન્દ્રના શાસનનું માહામ્ય પ્રગટ કરવું તે પ્રભાવના નામનું સમ્યકત્વનું આઠમું અંગ છે. અનાદિકાળના પરિભ્રમણમાં સંસારી જીવો સર્વજ્ઞાન પ્રકાશેલા ધર્મને જાણતા નથી. તેથી તેમને ભાન નથી કે હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? પૂર્વ ભવમાં હું કેવો હતો? અહીં મને કેણે ઉપજાવ્યો? જેમ જેમ રાત દિવસ વ્યતીત થાય છે તેમ તેમ આયુષ્યને નાશ થાય છે, તો મારે કરવા ગ્ય શું છે? મારું હિત શામાં છે? આરાધવા ગ્ય કોણ છે? જીવોને અનેક પ્રકારનાં સુખદુઃખ શાથી થાય છે ? દેવનું, ગુરુનું તથા ધર્મનું સાચું સ્વરૂપ શું છે? મરણ અને જીવનનું સ્વરૂપ શું છે ? ભક્ષ્ય અભક્ષ્યનું સ્વરૂપ શું છે? આ ભવમાં મારે કરવા ગ્ય શું છે? મારું કોણ છે? હું કોને છું? એવા પ્રકારના વિચાર રહિત મેહકર્મના અંધકારથી ઢંકાઈ રહ્યા છે. તેમનું અજ્ઞાનરૂપી અંધારું સ્યાદ્વાદરૂપ પરમાગમના પ્રકાશથી દૂર કરી સ્વપરના સ્વરૂપને પ્રકાશ કરવો તે પ્રભાવના છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર વડે આત્માને પ્રભાવ પ્રગટ કરવો, દાન, તપ, શીલ, સંયમ, નિર્લોભતા, વિનય, પ્રિય વચન, જિનેન્દ્રપૂજન આદિ ગુણના પ્રકાશ વડે જિનધર્મને પ્રભાવ પ્રગટ કરે તે પ્રભાવના છે.
ઉત્તમ પરિણામ સહિત ઉત્તમ દાનપ્રવૃત્તિ તથા ઘેર તપમાં પણ જેની નિસ્પૃહતા દેખી મિથ્યાવૃષ્ટિ પણ પ્રશંસા કરે : “અહો ! જૈનીઓમાં વાત્સલ્યતા સહિત મોટાં દાન