________________
પ્રભાવના અંગ
૩૭ દેવાય છે. નિષ્કામભાવે આવાં ભારે તપ જૈનીઓ કરે છે. અહે! જૈનીઓનાં મહાવ્રત કેવાં છે?! પ્રાણ જાય તે પણ વ્રતભંગ થવા દેતા નથી. અહો ! જૈનીઓની અહિંસા કેવી છે ! પ્રાણ જવાને પ્રસંગે પણ સંકલ્પ કરીને પણ જીવહિંસા કરતા નથી. જેમને અસત્યને ત્યાગ છે, ચેરીને ત્યાગ છે, પરસ્ત્રીને ત્યાગ છે, જે પરિગ્રહની મર્યાદા કરવાથી સર્વ અનીતિથી દૂર છે, અભક્ષ્ય આહાર કરતા નથી, રાત્રીભજનને ત્યાગ કરી માત્ર દિવસે જ પરિમિત અને શુદ્ધ આહાર કરે છે, આવો જિનવમીઓને ઉત્કૃષ્ટ ધર્મ છે. તેમનામાં મહા વિનયવંતપણું છે, તે પ્રિય, હિતકારી અને મધુર વચન વડે સર્વને આનંદ ઉપજાવે છે. તેમની સર્વોત્તમ ક્ષમા કેવી અદ્ભુત છે! પિતાના ઈષ્ટ દેવમાં તેમની ભક્તિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. આગમની આજ્ઞાના અત્યંત અચળ શ્રદ્ધાવાળા છે. તેઓ પ્રબળ સમ્યકવિદ્યાથી વિભૂષિત છે. તેમનાં આચરણ મહાન ઉજજવળ છે. સર્વે જીવ પ્રત્યે વેરભાવ રહિત એવો તેમને મૈત્રીભાવ છે.” એવી જૈનધર્મની પ્રશંસા જેના નિમિત્તે મિથ્યાધમીઓમાં પણ પ્રગટ થાય તે પ્રભાવના અંગયુક્ત છે. તે પુરુષ અનીતિ કરી કદી ધનની ઈચ્છા કરે નહીં તથા દુરાચરણથી વિષય ભેગવવાને સ્વમામાં પણ ઈચ્છે નહીં. પિતાના નિમિતે ધર્મની નિંદા થાય તો આ લેક અને પરલેક બન્ને બગડે તેવા વિચારથી તે સમ્યફદ્રષ્ટિ પિતાને, કુલને, ધર્મને, સાધમીને કે દાન, શીલ, તપ, વ્રતને અપવાદ ન થાય તેવી રીતે પ્રવર્તે છે. ધર્મ કદાપિ દૂષિત ન થાય એવી સાવચેતીપૂર્વક ધર્મની પ્રશંસા,